મહારાષ્ટ્ર ના પૂર્વ ધારાસભ્ય અને એઆઇસીસી ઓબ્ઝર્વર શ્રી મોહનભાઈ જોશી આજે સુરત સર્કિટ હાઉસ ખાતે વોટ બચાવ દેશ બચાવ ના કાર્યક્રમ માટે પધાર્યા હતાં ત્યાં ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ ભાઈલાલ બી વૈષ્ણવ,મહામંત્રી સૈયદભાઈ શેખ,મહામંત્રી શૈલેષભાઈ પાઠક,મંત્રી રવિકુમાર સુરતી,સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ ના મહામંત્રી મોહમફ ઈકબાલ શેખ વિગેરે શુભેચ્છા મુલાકાત લીધી .
શ્રી જોશી એ વાલ્મીકિ સમાજ ના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી અને વાલ્મીકિ સમાજ નું મજબૂત સંગઠન બનાવવા અનુરોધ કર્યો હતો દિવાળી બાદ સુરત શહેર જિલ્લા ના વાલ્મીકિ સમાજ નું વિશાળ સંમેલન બોલાવવા નું નક્કી કરવામાં આવેલ છે.
( ફોટો અને અહેવાલ છગનલાલ મેવાડા)




