અક્ષય-ભૂમિની જાેડી ફરી સાથે પ્રિયદર્શનની આગામી કોમેડીમાં અક્ષય સાથે ભૂમિની એન્ટ્રી ૧૯૭૦ના દાયકાની પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મમાં અક્ષય વાઘના શિકારીની ભૂમિકામાં જાેવા મળશે અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર ફરી એકવાર સાથે પડદા પર જાેવા મળશે. દિગ્દર્શક પ્રિયદર્શનની આગામી કોમેડી ફિલ્મમાં બંનેની જાેડી જાેવા મળશે. આ તેમની એકબીજા સાથેની ત્રીજી ફિલ્મ હશે. અગાઉ બંને ‘ટોઇલેટ: એક પ્રેમ કથા’ અને ‘રક્ષાબંધન’માં સાથે કામ કરી ચૂક્યાં છે. છેલ્લે ૨૦૨૨માં રિલીઝ થયેલી ‘રક્ષાબંધન’ના ચાર વર્ષ બાદ તેમની જાેડી ફરી જાેવા મળશે.આ અંગેના અહેવાલ અનુસાર, ભૂમિને ફિલ્મની મુખ્ય અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી છે. પ્રિયદર્શને પણ તેનાં કાસ્ટિંગની ખાતરી આપી છે, દિગ્દર્શક તરીકે પ્રિયદર્શનની આ ૯૯મી ફિલ્મ હશે.અહેવાલો અનુસાર, ફિલ્મની વાર્તા ૧૯૭૦ના દાયકાની વાર્તા પર આધારિત છે, જેમાં અક્ષય કુમાર વાઘના શિકારીની ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મની વાર્તા અંગેની વિગતો હાલ ગુપ્ત રાખવામાં આવી છે. જાેકે, તેને એ સમયગાળાની કહાણી ધરાવતી કોમેડી ફિલ્મ ગણાવવામાં આવી રહી છે.અગાઉના અહેવાલોમાં ફિલ્મમાં કોમેડીની સાથે વન્યજીવ સંરક્ષણ અને થ્રિલરનાં તત્ત્વો પણ જાેવા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જાેકે, નિર્માતાઓએ હજી સુધી આ અંગે સત્તાવાર વિગતો જાહેર કરી નથી. અહેવાલો અનુસાર, અન્નુ કપૂર અને રાજપાલ યાદવ પણ ફિલ્મનો હિસ્સો બની શકે છે, પરંતુ તેમના રોલ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી.ફિલ્મનું શૂટિંગ નવેમ્બર ૨૦૨૬ના છેલ્લા સપ્તાહમાં શરૂ થવાની શક્યતા છે. શૂટિંગ લગભગ ત્રણ મહિના ચાલે તેવી ધારણા છે. રાજસ્થાન અને મુંબઈ ઉપરાંત ભોપાલમાં પણ ફિલ્મનું શૂટિંગ થઈ શકે છે.




