Mahindra SUV: મહિન્દ્રા ભારતીય બજારમાં તેની ઉત્તમ SUV માટે જાણીતી છે. ભારતી ઓટો નિર્માતા ઈલેક્ટ્રિક વાહનો સહિતના વિવિધ સેગમેન્ટમાં વિસ્તરણ કરવાની સાથે સાથે તેની હાલની ICE SUVની લાઇનઅપને મજબૂત કરવાની યોજના બનાવી રહી છે. મહિન્દ્રા આ કેલેન્ડર વર્ષના બાકીના મહિનામાં ત્રણ નવી SUV લોન્ચ કરે તેવી અપેક્ષા છે. આવો, તેમના વિશે જાણીએ.
મહિન્દ્રા XUV 3X0 EV
મહિન્દ્રા ટૂંક સમયમાં XUV 3X0 નું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરી શકે છે, જે XUV400 ની નીચે સ્થિત હશે. આ 5-સીટર SUVમાં 350 કિલોમીટરથી વધુની ડ્રાઈવિંગ રેન્જ હોવાની અપેક્ષા છે. ભારતીય બજારમાં તે Nexon EV ના બેઝ મોડલ સાથે સીધી સ્પર્ધા કરશે. જોકે, તેની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
મહિન્દ્રા થાર રોકક્સ
Mahindra Thar Roxx ભારતીય બજારમાં 15 ઓગસ્ટ, 2024ના રોજ લોન્ચ થશે. અપડેટ કરેલ લેડર ફ્રેમના આધારે, નવું મોડલ તેની ઓફ-રોડ ક્ષમતાઓને જાળવી રાખશે. આ ઉપરાંત તેમાં વધુ જગ્યા અને વધારાના ફીચર્સ મળશે.
મહિન્દ્રા થાર રોક્સને વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી, સનરૂફ, ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટો, ઓટોમેટિક એસી, રીઅર એસી વેન્ટ્સ, સ્ટાન્ડર્ડ 6 એરબેગ્સ અને 360-ડિગ્રી કેમેરા સિસ્ટમ સાથે મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે.
તે 2.2L ડીઝલ, 1.5L ડીઝલ અને 2.0L પેટ્રોલ એન્જિન સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ બંને વિકલ્પો સાથે ઉપલબ્ધ હશે.
મહિન્દ્રા XUV.e8
મહિદ્રા ભારતમાં XUV700 આધારિત ઈલેક્ટ્રિક SUV XUV.e8ને ડિસેમ્બર 2024માં લોન્ચ કરવા માટે તૈયાર છે. તેની બાહ્ય ડિઝાઇન કોન્સેપ્ટ વર્ઝન જેવી જ હશે, જ્યારે આંતરિકમાં ટ્રિપલ-સ્ક્રીન લેઆઉટ અને નવું ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ હશે. INGLO આર્કિટેક્ચર પર બનેલ, XUV.e8 એક જ ચાર્જ પર 500 કિમીથી વધુની રેન્જ પ્રદાન કરે તેવી અપેક્ષા છે.