કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું ટેક્સ સુધારાથી માંગ વધશે અને ઉદ્યોગોને નવી તકો મળશે સરકારનું માનવું છે કે આ ફેરફારથી ટેક્સ સિસ્ટમ સરળ બનશે, વેપારીઓનો બોજ ઘટશે અને ગ્રાહકોને રાહત મળશે
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, “મહેરબાની કરીને એ સુનિશ્ચિત કરો કે ટેક્સ ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને મળે. આનાથી ઉદ્યોગ જગતને પણ ફાયદો થશે.” તેમણે જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય વેપારને સરળ બનાવવાનો અને ઉત્પાદન ક્ષેત્ર (મેન્યુફેક્ચરિંગ સેક્ટર)ને મજબૂત કરવાનો છે. પીયૂષ ગોયલે એમ પણ કહ્યું કે, ટેક્સ સુધારાથી માંગ વધશે અને ઉદ્યોગોને નવી તકો મળશે.
કેન્દ્ર સરકારે ૨૨ સપ્ટેમ્બરથી નવું ય્જી્ ફ્રેમવર્ક લાગુ કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી ચાર ટેક્સ સ્લેબ હતા – ૫%, ૧૨%, ૧૮% અને ૨૮%. પરંતુ સુધારા બાદ હવે માત્ર બે સ્લેબ રહેશે – ૫% અને ૧૮%. આ ઉપરાંત, વૈભવી (લક્ઝરી) અને સિન પ્રોડક્ટ્સ પર ૪૦% ટેક્સ લાગશે. સરકારનું માનવું છે કે આ ફેરફારથી ટેક્સ સિસ્ટમ સરળ બનશે, વેપારીઓનો બોજ ઘટશે અને ગ્રાહકોને રાહત મળશે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, “મહેરબાની કરીને એ સુનિશ્ચિત કરો કે ટેક્સ ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને મળે. આનાથી ઉદ્યોગ જગતને પણ ફાયદો થશે.” તેમણે જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય વેપારને સરળ બનાવવાનો અને ઉત્પાદન ક્ષેત્ર (મેન્યુફેક્ચરિંગ સેક્ટર)ને મજબૂત કરવાનો છે. પીયૂષ ગોયલે એમ પણ કહ્યું કે, ટેક્સ સુધારાથી માંગ વધશે અને ઉદ્યોગોને નવી તકો મળશે.
વસ્તુઓ કેટલી સસ્તી થશે?
નિષ્ણાતોનું કહેવું છે કે ટેક્સ દરમાં ઘટાડાથી ઘણી પ્રોડક્ટ્સની કિંમતોમાં મોટો ઘટાડો થશે.
– ઓટોમોબાઈલ સેક્ટર: ગાડીઓની કિંમતોમાં ૧૨-૧૫%નો ઘટાડો થઈ શકે છે.
– કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ (ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી વસ્તુઓ): આમાં ઓછામાં ઓછી