તેમની શશી વર્મા સાથેની કોમેડી ફિલ્મ એપ્રિલ ૨૦૨૭માં થશે રિલીઝ અલી ફઝલ અને રિચા ચઢ્ઢા પહેલી વખત મોટા પડદા પર રોમાન્સ કરશે અભિનેતા, લેખક અને દિગ્દર્શક તરીકે પોતાની ઓળખ બનાવી ચૂકેલા શશી વર્મા આ ફિલ્મનું દિગ્દર્શન કરશે
રીયલ લાઇફ કપલ અલી ફઝલ અને રિચા ચઢ્ઢા હવે પહેલી વખત મોટા પડદા પર લીડ જાેડી તરીકે સાથે જાેવા મળશે. બંને શશી વર્મા દ્વારા ર્નિદેશિત એક સિચ્યુએશનલ કોમેડી ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં જાેવા મળશે. જાેકે, હજુ આ ફિલ્મનું નામ નક્કી થયું નથી. અગાઉ બંને લોકપ્રિય કલાકારો ફુકરે ળેન્ચાઇઝીમાં સાથે કામ કરી ચૂક્યા છે, પરંતુ પહેલી વખત તેઓ એકબીજા સાથે રોમેન્ટિક લીડ રોલમાં સ્ક્રીન શેર કરશે.સીનવર્ક પ્રોડક્શન્સ અને ગિરિરાજ પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં દિગ્ગજ અભિનેતા કુમુદ મિશ્રા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળશે. દિલ્હીની જીવંત અને અવ્યવસ્થિત પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મમાં હાસ્ય, લાગણીઓ અને સામાજિક સંદેશનો અનોખો સમન્વય જાેવા મળશે.અભિનેતા, લેખક અને દિગ્દર્શક તરીકે પોતાની ઓળખ બનાવી ચૂકેલા શશી વર્મા આ ફિલ્મનું દિગ્દર્શન કરશે. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬ના બીજા ભાગમાં શરૂ થવાનું છે, જ્યારે એપ્રિલ ૨૦૨૭માં તેની થિયેટ્રિકલ રિલીઝ માટે આયોજન કરવામાં આવ્યું છે.ફિલ્મ અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં અલી ફઝલે જણાવ્યું, “મને હંમેશા લાગ્યું છે કે શ્રેષ્ઠ કોમેડી સાચા પાત્રો અને વાસ્તવિક પરિસ્થિતિઓમાંથી જન્મે છે. સ્ક્રિપ્ટ વાંચતા જ મને લાગ્યું કે આ ફિલ્મમાં કંઈક ખાસ છે. રિચા સાથે પહેલી વખત એક નવી સ્ક્રીન ડાયનેમિક્સ અજમાવવાની તક મળી છે, જે મારા માટે ખૂબ જ રોમાંચક છે. ઉપરાંત, શશી સર સાથે કામ કરવાની મારી લાંબા સમયથી ઇચ્છા હતી.”રિચા ચઢ્ઢાએ પણ ફિલ્મ અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું, “આ વાર્તાની સરળતા, પ્રામાણિકતા અને તેમાં રહેલી સામાજિક નિસ્બતે મને ખૂબ આકર્ષી. અલી અને મેં અગાઉ સાથે કામ કર્યું છે, પરંતુ આ વખતે અમારી જાેડી સંપૂર્ણપણે અલગ અંદાજમાં જાેવા મળશે. દિલ્હી સાથેની મારી બાળપણની યાદો પણ આ ફિલ્મ સાથે જાેડાયેલી છે, તેથી આ પ્રોજેક્ટ મારા માટે વધુ ખાસ છે.” સીનવર્ક પ્રોડક્શન્સ અને ગિરિરાજ પ્રોડક્શન્સ હાલમાં બાળકો પર આધારિત સ્પોર્ટ્સ ફિલ્મ મુર્ગા ટ્રોફીનાં શૂટિંગમાં વ્યસ્ત છે, જે પૂર્ણ કર્યા બાદ વિવિધ શૈલીની નવી ફિલ્મો પર કામ કરી રહ્યા છે. ત્યાર પછી આ કોમેડી ફિલ્મનું કામ શરૂ થશે.





