
સરકારે પરિવહન ક્ષેત્રમાં મોટો ફેરફાર કર્યો.નવા GST દરથી ટ્રકથી લઈને ઈ-રિક્ષા સુધીના વાહનો સસ્તા થશે.હેચબેક અને કોમ્પેક્ટ સેગમેન્ટમાં કાર પર ૨૮ ટકાને બદલે ૧૮ ટકા ટેક્સ લાગશે : સ્કૂટર-મોપેડ સસ્તા થશ.નવા GST દરમાં ફેરફારની હવે સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી અસર પડશે. ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો, જેઓ રોજિંદા જરૂરિયાતો માટે વાહનો ખરીદવાનું સ્વપ્ન જુએ છે, તેમના માટે આ ફેરફાર ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, સરકારે પરિવહન ક્ષેત્રમાં મોટો ફેરફાર કર્યો છે અને ઘણા વાહનો અને ઓટો પાર્ટ્સ પર GST દર ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કર્યા છે.
આ ર્નિણયનો સીધો ફાયદો સામાન્ય ગ્રાહકોથી લઈને લોજિસ્ટિક્સ કંપનીઓ સુધી દરેકને થશે. આ ર્નિણય આગામી ૨૨ સપ્ટેમ્બરથી અમલમાં આવશે. ચાલો તમને જણાવીએ કે નવા GST દરોને કારણે કયા પ્રકારના વાહનો કેટલા સસ્તા થશે.
સૌ પ્રથમ, ટાયર વિશે વાત કરીએ – હવે નવા રબરથી બનેલા ન્યુમેટિક ટાયર (સાયકલ, રિક્ષા અને વિમાનના ટાયર સિવાય) પર GST રાહત આપવામાં આવી છે. ય્જી્ દર ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યા છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે આ વાહનોનો જાળવણી ખર્ચ હવે ઘટાડવામાં આવશે. જ્યારે, માલ વહન કરતા ટ્રાન્સપોર્ટ મોટર વાહનો પર ય્જી્ પણ ૧૮ ટકા કરવામાં આવ્યો છે. બસ, ટ્રક અને એમ્બ્યુલન્સ જેવા વાહનોને પણ કર છૂટ આપવામાં આવી છે.
સેમી-ટ્રેઇલર્સ ખેંચવા માટે ઉપયોગમાં લેવાતા અને જેની એન્જિન ક્ષમતા ૧૮૦૦ સીસીથી વધુ હોય છે, આવા સેમી-ટ્રેઇલર્સ પર પણ હવે ઓછો ટેક્સ ચૂકવવો પડશે. હવે તેમના પર ૧૮ ટકા ટેક્સ લાગશે. આ ફેરફારથી લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન સેક્ટરને સીધી રાહત મળશે, જેના કારણે માલ પરિવહનનો ખર્ચ પણ ઘટાડી શકાય છે.
જાે આપણે પરિવારની જરૂરિયાતો અનુસાર જાેઈએ તો હવે નાના એન્જિન વાહનો સસ્તા થશે. ઉદાહરણ તરીકે, પેટ્રોલ, સીએનજી અને એલપીજી પર ચાલતી કાર, જેની એન્જિન ક્ષમતા ૧૨૦૦ સીસી સુધીની અને લંબાઈ ૪ મીટર સુધીની હોય. એટલું જ નહીં, ૧૫૦૦ સીસી સુધીની ડીઝલ કાર, જેની લંબાઈ પણ ૪ મીટરથી ઓછી હોય, તે પણ હવે નીચા ય્જી્ સ્લેબમાં આવી ગઈ છે. આનો અર્થ એ થયો કે હેચબેક અને કોમ્પેક્ટ સેગમેન્ટમાં કાર ખરીદવાનો બોજ ઓછો થશે. હવે આ બે શ્રેણીની કાર પર ૨૮ ટકાને બદલે ૧૮ ટકા ટેક્સ લાગશે.
મધ્યમ વર્ગ માટે બીજી રાહત એ છે કે થ્રી-વ્હીલર અને મોટરસાયકલ (૩૫૦ સીસી સુધીની એન્જિન ક્ષમતાવાળા, જેમ કે સ્કૂટર અને મોપેડ) પણ સસ્તા થવાના છે. આ સમાચાર નાના શહેરો અને નગરોના પરિવારોને સીધા ખુશ કરશે, જ્યાં લોકો દૈનિક અવરજવર માટે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર પર આધાર રાખે છે.
માત્ર આ જ નહીં, હવે એમ્બ્યુલન્સ પર ટેક્સ ઓછો કરવામાં આવ્યો છે, જે ફેક્ટરીમાંથી તમામ જરૂરી મેડિકલ ફિટિંગ સાથે આવે છે.
આની અસર આરોગ્ય ક્ષેત્ર પર પડશે અને એવી અપેક્ષા છે કે દર્દીઓ સસ્તી એમ્બ્યુલન્સ સેવા મેળવી શકશે. ઉપરાંત, હવે હાઇબ્રિડ વાહનો (પેટ્રોલ-ડીઝલ + ઇલેક્ટ્રિક મોટર) પણ રાહતના દાયરામાં આવી ગયા છે. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં ઇકો-ફ્રેન્ડલી વાહનોના ભાવ થોડા પોસાય તેવા હોઈ શકે છે. બંને પ્રકારની કોમ્પેક્ટ હાઇબ્રિડ કાર પર ટેક્સ ૧૮ ટકા રહેશે.




