
Business News: સંકટમાં ફસાયેલી ફિનટેક કંપની Paytm એ આખરે 15 માર્ચની સમયમર્યાદા પહેલા તેના નવા પાર્ટનરને શોધી કાઢ્યો છે. Paytm ની મૂળ કંપની One97 Communications એ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાથે હાથ મિલાવ્યા છે.
આરબીઆઈએ મૂક્યો હતો પ્રતિબંધ
અત્યાર સુધી, Paytm નો UPI બિઝનેસ તેની પેટાકંપની Paytm પેમેન્ટ્સ બેંક પર નિર્ભર હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પેમેન્ટ બેંક પર બિઝનેસ પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ Paytm પાર્ટનર બેંકની શોધમાં હતી. હવે Paytm SBI સાથે મળીને થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર (TPAP) બની શકશે.