
સોનાના વાયદામાં રૂ.4149 અને ચાંદીના વાયદામાં રૂ.10805નો કડાકોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.584નો ઉછાળો કોમોડિટી વાયદાઓમાં રૂ.8949.42 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.41420.9 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6795.15 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર હોળી (ધૂળેટી) નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા, જ્યારે સાંજે 5 વાગ્યાથી શરૂ થયેલા બીજા સત્રમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.50370.32 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8949.42 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.41420.9 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1804.88 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6795.15 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.161995ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.162999 અને નીચામાં રૂ.159649ના મથાળે અથડાઈ, રૂ.166074ના આગલા બંધ સામે રૂ.4149 ઘટી રૂ.161925ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.3512 ઘટી રૂ.132261 થયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.424 ઘટી રૂ.16651ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.4304 ઘટી રૂ.159255ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ટેન માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.165206ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.166500 અને નીચામાં રૂ.157067ના સ્તરને સ્પર્શી, રૂ.167092ના આગલા બંધ સામે રૂ.4260 ઘટી રૂ.162832ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.259320ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.259320 અને નીચામાં રૂ.259320ના મથાળે અથડાઈ, રૂ.270125ના આગલા બંધ સામે રૂ.10805 ઘટી રૂ.259320 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.18684 ઘટી રૂ.266442ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.18855 ઘટી રૂ.266382 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 779.48 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ.21.05 ઘટી રૂ.1193.75 થયો હતો. જસત માર્ચ વાયદો રૂ.1.6 ઘટી રૂ.325.75 થયો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો રૂ.6.45 વધી રૂ.325.55ના સ્તરે પહોંચ્યો હતો. સીસું માર્ચ વાયદો 65 પૈસા ઘટી રૂ.189.05ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1002.45 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી માર્ચ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3949ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3955 અને નીચામાં રૂ.3860ના મથાળે અથડાઈ, રૂ.4 ઘટી રૂ.3951ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.6650ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.7081 અને નીચામાં રૂ.6650ના મથાળે અથડાઈ, રૂ.6497ના આગલા બંધ સામે રૂ.584 વધી રૂ.7081 થયો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.584 વધી રૂ.7081ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.15.3 વધી રૂ.287ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.14.9 વધી રૂ.286.9ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 6037.91 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 757.23 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 571.44 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 138.50 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 2.33 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 67.21 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 3.07 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 181.42 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 817.95 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 9698 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 77657 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 27185 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 397234 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 53035 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 7283 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 17544 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 65500 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1171 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 22276 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 27825 લોટના સ્તરે રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.7000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.306 વધી રૂ.552.4 થયો હતો.
સોનું માર્ચ રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.13 ઘટી રૂ.519 થયો હતો. આ સામે ચાંદી માર્ચ રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.4212.5 ઘટી રૂ.11047ના ભાવે બોલાયો હતો. તાંબું માર્ચ રૂ.1200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.7.3 ઘટી રૂ.36ના ભાવે બોલાયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.7000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.318.1 વધી રૂ.568 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.9.5 વધી રૂ.24.15 થયો હતો. સોનું-મિની માર્ચ રૂ.170000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.486 ઘટી રૂ.3854.5 થયો હતો. ચાંદી-મિની માર્ચ રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.4578 ઘટી રૂ.12440.5 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.7000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.279.5 ઘટી રૂ.469ના ભાવે બોલાયો હતો.
સોનું માર્ચ રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.838.5 વધી રૂ.1700ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી માર્ચ રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1569 વધી રૂ.2900 થયો હતો. તાંબું માર્ચ રૂ.1200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.11.3 વધી રૂ.39.12 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.6800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.255 ઘટી રૂ.356.95 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.285ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.7.05 ઘટી રૂ.18.95ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.2270.5 વધી રૂ.5276ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની માર્ચ રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1357.5 વધી રૂ.2572ના ભાવે બોલાયો હતો.




