
૧ કિલો ચાંદીનો ભાવ પહેલીવાર દોઢ લાખને પાર.સોનું સતત ત્રીજા દિવસે ઑલ ટાઈમ હાઈ રહ્યું.સોનાના ભાવની વાત કરીએ તો પ્રતિ ૧૦ ગ્રામના ૧૮૫૮ વધારાના સાથે સોનાનો ભાવ ૧૨૧૭૯૯ ને આંબી ગયો હતો.સોના અને ચાંદીના ભાવમાં સતત આગ ઝરતી તેજી જાેવા મળી રહી છે.
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના અહેવાલ અનુસાર આજે ૨૪ કેરેટ સોનાનો ૧૦ ગ્રામનો ભાવ એકઝાટકે ૧૮૫૮ રૂપિયા વધી ગયો હતો. જ્યારે ચાંદીનો ભાવ એક જ દિવસમાં ૨૩૪૨ રૂપિયા વધીને દોઢ લાખને વટાવી ગયો હતો. ચાંદીનો એક કિલોનો આજનો ભાવ ૧૫૦૭૮૩ રૂપિયા બોલાયો હતો, જે એક રેકોર્ડ છે.
સોનાના ભાવની વાત કરીએ તો આજે પ્રતિ ૧૦ ગ્રામના ૧૮૫૮ રૂપિયાના વધારાના સાથે સોનાનો ભાવ ૧૨૧૭૯૯ ને આંબી ગયો હતો. જાેકે અમદાવાદમાં સોનાના ભાવની વાત કરીએ તો ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧૨૩૨૨૦ રૂપિયાને આંબી જતાં ઈન્વેસ્ટરો ખુશખુશાલ દેખાયા હતા. જ્યારે ૨૨ કેરેટના સોનાનો ભાવ ૧૧૨૯૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.
તેની સામે ૧૮ કેરેટનો ૯૨૪૩૦ અને ૧૪ કેરેટનો ૭૧૮૫૦ ની આસપાસ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે અનેક નિષ્ણાતો સોનાનો ભાવ પણ ચાલુ વર્ષના અંત સુધીમાં દોઢ લાખને ક્રોસ કરે તેવી ભવિષ્યવાણી કરી રહ્યા છે.
માહિતી અનુસાર જાે આંકડાની વાત કરીએ તો ૨૦૨૫ માં ૧૦ મહિનાના ગાળામાં સોનાનો ભાવ ૪૬૦૦૦ રૂપિયા જેટલો મોંઘો થઈ ગયો છે.
જાે તમને ખ્યાલ હોય તો ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામે ૭૬૦૦૦ રૂપિયાની આજુબાજુ હતો. જે હવે વધીને અમદાવાદમાં ૧૨૩૦૦૦ની આજુબાજુ પહોંચી ગયો છે. જ્યારે ચાંદીમાં એક વર્ષમાં પ્રતિ કિલોએ ૬૫૦૦૦ રૂપિયા જેટલો વધારો જાેવા મળ્યો છે. ગત વર્ષના છેલ્લા દિવસે ચાંદીનો ભાવ કિલોએ ૮૬૦૦૦ ની આજુબાજુ હતો જે આજે દોઢ લાખને વટાવી જતા એક રેકોર્ડ સર્જાયો છે.




