Business News: શુક્રવારે CG પાવર અને ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સના શેરના ભાવમાં 11 ટકાનો વધારો જોવા મળ્યો છે. જે બાદ શુક્રવારે કંપનીનો શેર BSEમાં 494.40 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. આ કંપનીના રૂ. 501.75ના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરની ખૂબ નજીક છે. કંપનીના શેર વધવા પાછળનું કારણ સેમિકન્ડક્ટર સાથે જોડાયેલા એક સમાચાર છે.
કેબિનેટે મંજૂરી આપી
CG પાવરે Renesas Electronics Corporation સાથે કરાર કર્યો છે. થાઈલેન્ડની OSAT પ્રદાતા કંપની ભારતમાં OSAT સુવિધા કેન્દ્ર સ્થાપશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ મળેલી કેબિનેટની બેઠકમાં ભારતની સેમિકન્ડક્ટર સ્કીમ હેઠળ આ સંયુક્ત સાહસને મંજૂરી આપવામાં આવી છે.
CG પાવર ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવાનું વિચારી રહી છે. તમને જણાવી દઈએ કે, રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન એક અગ્રણી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની છે. તેનું મુખ્યાલય જાપાનમાં છે.
7600 કરોડની રોકાણ યોજના
આ સંયુક્ત સાહસમાં, CG પાવર 92.3 ટકા, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન 6.8 ટકા અને સ્ટાર માઇક્રોઇલેક્ટ્રોનિક્સ 0.9 ટકા હિસ્સો ધરાવે છે. આગામી 5 વર્ષ દરમિયાન 7600 કરોડ રૂપિયાના રોકાણની યોજના છે.
છેલ્લા એક મહિનામાં CG પાવરના શેરના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જો કે છેલ્લા 6 મહિનામાં આ સ્ટોક માત્ર 6 ટકા જ વધવામાં સફળ રહ્યો છે.