(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
”
આજના ઓનલાઇન યુગમાં લોકો રૂપિયા ૧૦ જેવી રકમ પણ ઓનલાઇન પર પેમેન્ટ કરતાં થઇ ગયા છે જેમકે રીક્ષા,ચાની લારી કે હોટલમાં કટિંગ ચા, શાકભાજી જેવી અનેક નાની મોટી ૫૦ રૂપિયા થી ૧૦૦ રૂપિયા જેવી રકમો ઓનલાઇન પેમેન્ટ કરતા હોવાથી ઘણા ચિટિંગનો ભોગ બને છે. આવો જ એક કિસ્સો મુંબઈના સાકીનાકાના સફેદ પુલ નજીક રહેતા ૭૯ વર્ષના ભારતીય વાયુસેના અને એર ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારી બન્યા છે. અત્રે જાણવા મળતી વિગતો અનુસાર ઉપરોક્ત નિવૃત્ત કર્મચારીએ ઉધરસની માત્ર ૧૬ રૂપિયાની ગોળીઓ ખરીદીને ઓનલાઇન પેમેન્ટ કર્યા બાદ તેમના બેન્ક ખાતામાંથી અને ક્રેડિટ કાર્ડમાંથી રહસ્યમય રીતે રૂપિયા
૧૧,૫૦,૯૪૬ (અગીયાર લાખ પચ્ચાસ હજાર નવસો છેતાલીસ) રૂપિયા ઉપડી ગયા હતા.
મુંબઈના સાકીનાકા પોલીસે આ મામલે શુક્રવારે જ અજ્ઞાત આરોપી સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પેમેન્ટ સફળ થયાનો મેસેજ આવ્યાના થોડાજ સમયમાં તેમના મોબાઇલ પર નેટ બેન્કિંગ માં નવું Payee ઉમેરાયાનો મેસેજ આવ્યો હતો.
ત્યાર બાદ તરત જ તેમના બેન્ક ખાતામાંથી પૈસા ઉપડી ગયા હતા. આ કેસ માં ફરિયાદીના ખાતામાંથી કઈ રીતે પૈસા ઉપડયા એ શોધવા માટે સ્થાનિક પોલીસ સાથે ટેકનિકલ ટીમ તપાસે લાગી ગઈ છે.




