બે દાયકા બાદ ફિલ્મ થ્રી ઈડિયટ્સની સિકવલ આવશે! સ્ક્રિપ્ટ સારી લખાશે તો જ થ્રી ઈડિયટ્સની સીકવલ બનશે ફિલ્મના મૂળ કલાકારો આમિર ખાન, શર્મન જાેશી, આર માધવન તથા કરીના કપૂરને રીપિટ કરવાનો પણ સંકેત આપ્યો હતો
બહુ સારી સ્ક્રિપ્ટ લખાશે તો જ ‘થ્રી ઇડિયટસ’ની સીકવલ બનશે તેમ રાજકુમાર હિરાણીએ સ્પષ્ટ જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે હજુ તો સ્ક્રિપ્ટ લખાય છે.તેમણે ફિલ્મના મૂળ કલાકારો આમિર ખાન, શર્મન જાેશી, આર માધવન તથા કરીના કપૂરને રીપિટ કરવાનો પણ સંકેત આપ્યો હતો.૬૩ વર્ષના રાજકુમાર હિરાણીએ જણાવ્યું હતું કે તેઓ તેમની ટીમ સાથે અન્ય એક સ્ટોરી પર કામ કરી રહ્યા હતા ત્યારે સમજાયું કે આ વાત ‘થ્રી ઇડિયટ્સ’ના પાત્રો ના જીવન સાથે ફીટ બેસે તેમ છે.હિરાણીએ જણાવ્યું હતું કે અભી જાે લિખ રહા હું વોહ ભી નહીં સોચા કી સિક્વલ કે હિસાબ સે લિખ રહા હું. હમ કોઇ ઔર કહાની લિખ રહે થે ફિર ઐસા લગા કી જાે લિખ દી હૈ વો ઇસ સેકન્ડ પાર્ટ પર ફીટ હો જાયેગી.રાજકુમાર હિરાણીએ જણાવ્યું હતું કે સંભવિત સિક્વલમાં ‘થ્રી ઇડિયટ્સ’ના પાત્રોના જીવનમાં બે દાયકા બાદ શું બન્યું તે જણાવવામાં આવશે. હિરાણીએ ફોડ પાડી જણાવ્યું હતું કે મને ખાતરી થશે કે સ્ટોરી ચાલે તેવી છે તો જ સિક્વલ બનશે. હિરાણીએ જણાવ્યું હતું કે ‘મુન્નાભાઇ એમબીબીએસ’ બાદ આવી જ રીતે એક સ્ટોરી પર કામ કરતાં લાગ્યુ કે પ્લોટ મુન્નાભાઇને ફીટ થાય તેમ છે ત્યારે સિક્વલ ‘લગે રહો મુન્નાભાઇ’ બનાવવામાં આવી હતી.




