
‘ચુનરી ચુનરી’ રીમિક્સ પર ભડક્યો સિંગર અભિજીત વરુણ ધવન ક્યારેય સલમાન ખાન જેવો નહીં બની શકે ઇન્ટરનેટ પર પણ લોકો આ રિમેકથી નારાજ છે અને તેને એક નબળો પ્રયાસ ગણાવી રહ્યા છે બોલિવૂડના દિગ્ગજ સિંગર અભિજીત ભટ્ટાચાર્ય પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા છે. હાલમાં જ તેમણે સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘બીવી નંબર ૧’ (૧૯૯૯)ના આઇકોનિક ગીત ‘ચુનરી ચુનરી’ના રિમેક વર્ઝન પર આકરા પ્રહારો કર્યા છે. વાસ્તવમાં, વરુણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુરની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં આ ગીતને રિક્રિએટ કરવામાં આવ્યું છે, જે અભિજીતને બિલકુલ પસંદ આવ્યું નથી. તેમણે એક ઈન્ટરવ્યૂમાં આ નવા વર્ઝનને ‘ભજન’ ગણાવી દીધું છે અને અભિનેતા વરુણ ધવનની આકરી ટીકા કરી છે.પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા સિંગર અભિજીતે જણાવ્યું કે, ‘જ્યારે મેં આ નવું ગીત સાંભળ્યું, ત્યારે મને લાગ્યું કે આ કોઈ ભજન છે! ‘ચુનરી ચુનરી’ મૂળ રીતે એક શાનદાર રોમેન્ટિક ટ્રેક હતો, પરંતુ આ લોકોએ તેને ભજન જેવું બનાવી દીધું છે. જાે મેકર્સ આ રિમેક માટે મારી પાસે આવ્યા હોત, તો પણ મેં ગાતા પહેલાં દસ વાર વિચાર કર્યાે હોત. હું ઘણો ખુશ છું કે મેં આ ગીત નથી ગાયું, કારણ કે નવું વર્ઝન સાંભળીને મારું દિલ દુભાયું હોત.’વરુણ ધવન પર આકરા પ્રહારો કરતા અભિજીતે કહ્યું કે, ‘આ અભિનેતાએ હંમેશા સેકન્ડ હેન્ડ (બીજી વાર બનતી) ફિલ્મો જ કરી છે, ખાસ કરીને એવી ફિલ્મો જે ઓરિજિનલ તેના પિતા (ડેવિડ ધવન)એ ડિરેક્ટ કરી હોય. તે એવા જ ગીતોનો ઉપયોગ કરે છે જે ભૂતકાળમાં સુપરહિટ રહ્યા હોય, વરુણ ધવન આ ગીત ગાઈને સલમાન ખાન નથી બની શકતો. સલમાન ખાન અને વરુણ ધવન વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. ઓરિજિનલ ગીતમાં જે સ્વેગ અને એક્ટિંગ હતી, તે વરુણ ધવન બિલકુલ કરી શક્યો નથી.’અભિજીત ભટ્ટાચાર્યએ જૂના દિવસોને યાદ કરતા કહ્યું કે, ‘આ ગીત સલમાન ખાનની લાઈફનું સૌથી મોટું ગીત હતું. જ્યારે આ ગીત રિલીઝ થયું ત્યારથી લઈને આજ દિન સુધી તે ટ્રેન્ડિંગમાં છે. એ સમયે સલમાન એક ઉભરતો સ્ટાર હતો, સુપરસ્ટાર નહીં. આ ગીતે તેને અદભુત સફળતા અપાવી હતી.’ ઓરિજિનલ ગીત અભિજીત ભટ્ટાચાર્ય અને અનુરાધા શ્રીરામે ગાયું હતું, જ્યારે નવા વર્ઝનને આઈપી સિંહ, જાેનિતા ગાંધી, અસીસ કૌર અને સુધીર યદુવંશીએ અવાજ આપ્યો છે. ઇન્ટરનેટ પર પણ લોકો આ રિમેકથી નારાજ છે અને તેને એક નબળો પ્રયાસ ગણાવી રહ્યા છે.આ વિવાદ જે ફિલ્મના ગીતથી શરૂ થયો છે તેનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે. ફિલ્મમાં વરુણ ધવન તેની પત્ની (મૃણાલ ઠાકુર) સાથે બાળક ઈચ્છે છે, પરંતુ આ દરમિયાન તે પૂજા હેગડેના પ્રેમમાં પણ પડી જાય છે. ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે આ બંને અભિનેત્રીઓ એકસાથે પ્રેગ્નન્ટ થઈ જાય છે અને ત્યારબાદ કોમેડી ઓફ એરર્સ શરૂ થાય છે. આ ફિલ્મનું નામ પણ ડેવિડ ધવનની ૧૯૯૯ની હિટ ફિલ્મ ‘બીવી નંબર ૧’ના ગીત પરથી જ રાખવામાં આવ્યું છે.આ મલ્ટિસ્ટારર ફિલ્મમાં વરુણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર ઉપરાંત મનીષ પૉલ, ચંકી પાંડે અને જિમી શેરગિલ પણ મહત્ત્વની ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મ આગામી ૪ જૂનના રોજ સિનેમાઘરોમાં થશે.





