આ એક ડિજીટલ થ્રિલર ફિલ્મ છે, જે ઓટીટી માટે જ બની છે ૪ વર્ષના લાંબા વિલંબ બાદ આખરે મૃણાલ-હુમાની ‘પૂજા મેરી જાન’ રિલીઝ થશે ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ ૨૦૨૨માં પૂરુ થયું હતું. ત્યારથી ફિલ્મની રિલીઝ અંગે કલાકારો કે ટીમને કોઈ માહિતી આપવામાં આવી નહોતી લગભગ ચાર વર્ષથી અટવાઈ રહેલી મૃણાલ ઠાકુર અને હુમા કુરેશીની થ્રિલર ફિલ્મ ‘પૂજા મેરી જાન’ હવે આખરે દર્શકો સુધી પહોંચવા જઈ રહી છે. આ ફિલ્મ હવે ઝી૫ પર સ્ટ્રીમ થશે. તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મે પોતાની આગામી ફિલ્મોની યાદીમાં ‘પૂજા મેરી જાન’નાં પ્રીમિયરની જાહેરાત કરી છે. જાેકે, ફિલ્મની ચોક્કસ રિલીઝ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.નવજાેત ગુલાટી દિગ્દર્શિત અને દિનેશ વિજનની મેડોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ શરૂઆતમાં જિયો સિનેમા પર રિલીઝ થવાની હતી. પરંતુ જિયો સિનેમા અને ડિઝની+ હોટસ્ટારનાં વિલય બાદ ફિલ્મની રિલીઝ અટવાઈ ગઈ હતી.ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ ૨૦૨૨માં પૂરુ થયું હતું. ત્યારથી ફિલ્મની રિલીઝ અંગે કલાકારો કે ટીમને કોઈ માહિતી આપવામાં આવી નહોતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં ફિલ્મનાં ડિરેક્ટર નવજાેત ગુલાટીએ જાહેરમાં પોતાની નિ:રાશા વ્યક્ત કરી હતી અને મેડોક ફિલ્મ્સને ફિલ્મ રિલીઝ કરવાની અપીલ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે ફિલ્મ મૂળ ઓટીટી માટે બનાવવામાં આવી હતી અને જિયો સિનેમા પર રિલીઝ થવાની હતી. પરંતુ જિયો સિનેમાના ડિઝની+ હોટસ્ટાર સાથેના વિલય બાદ નિર્માતાઓને ફિલ્મ અન્ય પ્લેટફોર્મને વેચવાની છૂટ આપવામાં આવી હતી, ત્યારથી જ ફિલ્મની રિલીઝ સતત અટવાતી ગઈ.એક ઇન્ટરવ્યુમાં નવજાેત ગુલાટીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪માં અવસાન પામેલા તેમના પિતા અંતિમ દિવસો સુધી ફિલ્મની રિલીઝ વિશે પૂછતા રહેતા હતા. તેમણે કહ્યું કે તેમના પિતાને સતત આશા હતી કે ‘પૂજા મેરી જાન’ એક દિવસ જરૂર રિલીઝ થશે અને દર્શકો સુધી પહોંચશે. ફિલ્મ જાેવાની તેમના પિતાની છેલ્લી ઈચ્છા હતી, જે હજુ સુધી અધુરી રહી છે.નવજાેત ગુલાટીએ એવો પણ દાવો કર્યાે હતો કે સહ-નિર્માતા અમર કૌશિકે ઓક્ટોબર ૨૦૨૫ પછીથી તેમના ફોન કે મેસેજનો પણ કોઈ જવાબ આપ્યો નથી.‘પૂજા મેરી જાન’ એક થ્રિલર ફિલ્મ છે, જે સ્ટોકિંગ અને સાયબર ક્રાઇમ જેવા ગંભીર વિષયોને કેન્દ્રમાં રાખે છે. ફિલ્મમાં મૃણાલ ઠાકુર અને હુમા કુરેશી ઉપરાંત વિક્રમ સિંહ ચૌહાણ અને વિજય રાઝ પણ મહત્વના રોલમાં જાેવા મળશે.





