
કાલે નહીં, કોઈ ખાસ સમયે નહીં, પરંતુ તેને અત્યારે જ કરો અમિતાભ બચ્ચને પોતાની સફળતાનો ગુરૂ મંત્ર શેર કર્યાે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું, મિત્રો સાથે વધુ સમય વિતાવવો તમારા ફોકસમાં અવરોધ ઊભો કરે છે અમિતાભ બચ્ચને જીવન અને કામનાં નૈતિક નિયમો પર પોતાનો એક ગુરૂ મંત્ર શેર કર્યાે છે. તેમણે પોતાનાં બ્લોગ પર લખ્યું છે કે, ’જીવન અને કામ કરવાનાં નૈતિક નિયમો પર ખૂબ જ પ્રેરણાદાયક શબ્દો. બે શબ્દો. સિગ્નલ અને શોર. સિગ્નલ એટલે કે એકાગ્રતા. જ્યારે તમે ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે તમને એ જ કામ કરવાની પ્રેરણા મળે છે, જે કામ અત્યારે કરવાનું છે. થોડા દિવસોમાં નહીં, કાલે નહીં, કોઈ ખાસ સમયે નહીં, પરંતુ તેને અત્યારે જ કરો.’આ પોસ્ટમાં અમિતાભે નોઈઝ એટલે કે શોર (ઘોંઘાટ)ને એવા વિક્ષેપો તરીકે ગણાવ્યા છે જે લોકોને તેમના લક્ષ્યો અને પ્રાથમિકતાઓથી દૂર લઈ જાય છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, ’શોર એ એક સામાજિક આકર્ષણ છે, જેમ કે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું, મિત્રો કે પરિવાર સાથે વધુ સમય વિતાવવો, આ બધું ફોકસમાં અવરોધ પેદા કરે છે અને તેને શોર કહેવામાં આવે છે.’





