બ્લાઉઝે ખેંચ્યું ધ્યાન ૧૨ વર્ષ બાદ લગ્નની ચર્ચા વચ્ચે જૅનિફર વિંગેટનો પૈઠણી લુક વાયરલ જૅનિફર વિંગેટના અંગત જીવનની વાત કરીએ તો તેના લગ્ન અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે થયા હતા ટીવીની જાણીતી અભિનેત્રી જૅનિફર વિંગેટ ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે તેના અભિનયને કારણે નહીં, પરંતુ તેના ટ્રેડિશનલ અને ગ્લેમરસ લુકને કારણે. સોશિયલ મીડિયા પર જૅનિફરનો લીલી પૈઠણી સાડીમાં એક લુક વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે પરંપરાગત પૈઠણી સાથે તેણે ટ્યુબ બ્લાઉઝ પહેરીને ટ્રેડિશનલ લુકને એકદમ મોડર્ન ટચ આપ્યો છે.જૅનિફરની લીલી પૈઠણી સાડી પરની સોનેરી જરીની નકશી તેના લુકને રોયલ ટચ આપે છે. સામાન્ય બ્લાઉઝની જગ્યાએ સ્લીક ટ્યુબ બ્લાઉઝ પસંદ કરીને તેણે સાડીને ફ્યુઝન સ્ટાઇલમાં રજૂ કરી છે. પરંપરાગત પૈઠણી અને બોલ્ડ પરંતુ એલિગન્ટ બ્લાઉઝનું આ કોમ્બિનેશન સોશિયલ મીડિયા પર ફેશનપ્રેમીઓનું ધ્યાન ખેંચી રહ્યું છે.જૅનિફરે પોતાના લુકને ભપકો આપવાની જગ્યાએ કરવાને બદલે મિનિમલ રાખ્યો છે. કાનમાં સ્ટાઇલિશ ઇયરિંગ્સ અને હાથમાં સિમ્પલ બ્રેસલેટ સાથે તેણે ખૂબ ઓછા દાગીના પહેર્યા છે. સોફ્ટ વેવી હેરસ્ટાઇલ અને ન્યૂડ મેકઅપે તેના લુકને નેચરલ અને ગ્રેસફુલ બનાવ્યો છે. આ આખો લુક ટ્રેડિશનલ હોવા છતાં તેમાં મોડર્ન અને ગ્લેમરસ વાઈબ જાેવા મળે છે.જૅનિફર વિંગેટના અંગત જીવનની વાત કરીએ તો તેના લગ્ન અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે થયા હતા, જાેકે બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. હવે ૧૨ વર્ષ બાદ ફરી લગ્નને લઈને તેની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન તેનો પૈઠણી લુક પણ સોશિયલ મીડિયા પર છવાયો છે. પરંપરાગત સાડીને નવા અંદાજમાં પહેરવાની ઇચ્છા ધરાવતી યુવતીઓ માટે જૅનિફરનો આ લુક ચોક્કસપણે ફેશન ઇન્સ્પિરેશન બની શકે છે.





