
મેકર્સે બુધવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી.અનન્યાની ‘ચાંદ મેરા દિલ’ મુલતવી, હવે ૨૨ મેએ રિલીઝ માટે તૈયાર.૨૦૨૪માં, કરણ જાેહરે ફિલ્મનાં ફર્સ્ટ-લૂક પોસ્ટર્સ શેર કર્યાં હતાં અને લખ્યું હતું કે આ એક જુદા જ પ્રકારની પેશેનટ લવ સ્ટોરી હશે.એક તરફ અનન્યા પાંડેની વેબ સિરીઝની ચર્ચા છે, તો બીજી તરફ તેની ફિલ્મ ચાંદ મેરા દિલની રિલીઝ પાઠી ઠેલાઈ છે.
જેમાં તેની સાથે લક્ષ્ય મુખ્ય ભૂમિકામાં છે. ધર્મા પ્રોડક્શન દ્વારા બનેલી આ રોમેન્ટિક ફિલ્મ હવે ૧૦ એપ્રિલની જગ્યાએ ૨૨ મેના રોજ સિનેમાઘરોમાં આવશે. મેકર્સે બુધવારે સોશિયલ મીડિયા દ્વારા આ ફેરફારની જાહેરાત કરી હતી.આ ફિલ્મનું ડિરેક્શન વિવેક સોનીએ કર્યું છે, જેમણે અગાઉ મીનાક્ષી સુંદરેશ્વર અને આપ જેસા કોઈ જેવી રસપ્રદ ફિલ્મો પર કામ કર્યું છે. ચાંદ મેરા દિલમાં અનન્યા અને લક્ષ્ય પહેલી વાર સાથે જાેવા મળશે અને ફિલ્મ એક યંગ ઇન્ટેન્સ લવ સ્ટોરી પર આધારિત છે.૨૦૨૪માં, કરણ જાેહરે ફિલ્મનાં ફર્સ્ટ-લૂક પોસ્ટર્સ શેર કર્યાં હતાં અને લખ્યું હતું કે આ એક જુદા જ પ્રકારની પેશેનટ લવ સ્ટોરી હશે. પોસ્ટર્સમાં મુખ્ય જાેડી ચાંદની રાત્રિના બેકડ્રોપમાં રોમેન્ટિક પળોમાં જાેવા મળી હતી. લક્ષ્ય માટે આ ફિલ્મ તેની બીજી થિયેટ્રિકલ રિલીઝ હશે, આ અગાઉ તેણે એક્શન ફિલ્મ કિલમાં કામ કર્યું હતું. અનન્યા પાંડે માટે, આ ફિલ્મ તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી પછીની મોટી રોમેન્ટિક ફિલ્મ છે, જેમાં તે કાર્તિક આર્યન સાથે જાેવા મળી હતી.





