દિલ્હી હાઈકોર્ટનો આદેશ અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે જાેડાયેલી અશ્લીલ સામગ્રી હટશે જાહ્નવી કપૂરે પોતાનાં અધિકારોની સુરક્ષા માટે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયનો દરવાજાે ખખડાવ્યો હતો દિલ્હી હાઈકોર્ટ ફિલ્મ અભિનેત્રી જાહ્નવી કપૂર વિરૂધ્ધ આપત્તિજનક ઓનલાઈન ક્ધટેન્ટ હટાવવાનો આદેશ આપશે. જાહ્નવી કપૂરે પોતાનાં અધિકારોની સુરક્ષા માટે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયનો દરવાજાે ખખડાવ્યો હતો.મામલાની સુનાવણી દરમિયાન પીઠે (બેન્ચે) કહ્યું કે જાે કોઈ ફેન પેજ પર અશ્લીલ સામગ્રી હોય તો તેને હટાવવાનો ર્નિદેશ આપી શકાય છે. પરંતુ, એવી સામગ્રી જે અશ્ર્લીલ નથી, તેના પર પ્રતિબંધ લગાવવો યોગ્ય રહેશે કે નહીં, તે અંગે વિચાર કરવો પડશે.મુખ્ય રૂપે ત્રણ પ્રકારની સામગ્રીનાં સંબંધમાં રાહત આપી શકાય છે, પહેલી જે અશ્ર્લીલ હોય. બીજી, જે સીધાં વ્યક્તિત્વનાં અધિકારોનો વ્યાવસાયિક ઉપયોગ કરીને કમાણી કરી રહી હોય. ત્રીજી, જે તેમની છબીનો ઉપયોગ કરીને કોઈ વસ્તુ કે સેવાના વેચાણને પ્રોત્સાહન આપી રહી હોય.





