
નવો ઈતિહાસ બનાવનારી પ્રથમ ફિલ્મ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પરથી ૩૦૦૦ કરોડની ‘ધુરંધર’કમાણી ‘ધુરંધર’ ફિલ્મ રીલિઝ થયાના ચાર મહિના બાદ ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ ‘ધુરંધર-ધ રીવેંજ’ ફિલ્મ રીલિઝ થઈ હતી બોક્સ ઓફિસ પર કમાણીના મામલે સુનામી સમાન સાબિત થયેલી આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર-ધ રીવેંજ’ દુનિયાભરમાં છવાઈ ગઈ છે. માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં એક રેકોર્ડ બનાવી દીધો છે. આ સફળતા હાંસલ કરનારી ‘ધુરંધર-ધ રીવેંજ’ પહેલી ભારતીય ફિલ્મ છે. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ઈતિહાસ બનાવી દીધો છે. ગ્લોબલ લેવલ પર ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક મોટી સિદ્ધિ સમાન છે. ‘ધુરંધર’ ફિલ્મના બન્ને ભાગે દુનિયાભરના સિનેમાઘરમાં શાનદાર પર્ફાેમ કર્યું છે. ફિલ્મની કમાણીએ વર્લ્ડવાઈડ સ્તરે ૩૦૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. ધુરંધર ળેન્ચાઈઝી આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની છે. ‘ધુરંધર’ ફિલ્મ ૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ રીલિઝ થઈ હતી. ભારતમાં ૮૫૦ કરોડથી વધારેની કમાણી કરી દીધી હતી. ગ્રોસ ક્લેક્શનની વાત કરવામાં આવે તો આ ફિલ્મ ૧૦૦૦ કરોડની કમાણી કરી ચૂકી હતી.ઓવરસીઝમાં ફિલ્મે ટૂંકાગાળામાં ૩૦૦ કરોડનો આંકડો પાર કરી દીધો હતો.
ટોટલ ક્લેક્શનની વાત કરવામાં આવે તો ૧૩૦૦ કરોડને પાર થયો છે. ‘ધુરંધર’ ફિલ્મ રીલિઝ થયાના ચાર મહિના બાદ ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ ‘ધુરંધર-ધ રીવેંજ’ ફિલ્મ રીલિઝ થઈ. આ ફિલ્મે માત્ર ૨૬ દિવસના ગાળામાં ૧૭૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી.ગલ્ફના દેશમાં ફિલ્મ રીલિઝ ન થઈ હોવા છતાં અનેક દેશમાં ફિલ્મો સારી એવી કમાણી કરી નાંખી. ભારતમાં ૧૦૦૦ કરોડનું નેટ ક્લેક્શન પાર કરનારી પ્રથમ એક્શન ફિલ્મ બનઈ. આ સાથે બોલિવૂડની સૌથી મોટી અને દેશની બીજા ક્રમની સૌથી મોટી ફિલ્મ બની છે. ભારતમાં ૧૦૮૩ કરોડથી વધારે રૂપિયાનું નેટ ક્લેક્શન કર્યું છે. આમ ૩૦૦૦ કરોડનો આંકડો પાર કરવામાં નાના સિનેમાઓએ મોટી ભૂમિકા અદા કરી હતી.ફિલ્મના બન્ને ભાગનો સરવાળો કરવામાં આવે તો ભારતમાં ૧૯૨૩.૮૫ કરોડ નેટ આવક થઈ હતી. જ્યારે ગ્રોસ ૨૩૦૫.૩૫ કરોડનું ક્લેક્શન થયું છે. વિદેશમાંથી બન્ને ફિલ્મોની કુલ કમાણી ૭૧૪ કરોડ રૂપિયા થઈ છે. જ્યારે બન્ને ભાગનું ટોટલ ક્લેક્શન ૩ હજાર કરોડ સુધી પહોંચ્યું છે. નવી ફિલ્મો રીલિઝ થવાની સાથે કમાણીની રેસમાં પણ આદિત્યની ફિલ્મ ધુરંધર સાબિત થઈ છે. ફિલ્મની કાસ્ટિંગથી લઈને એક્શન સિક્વન્સ સુધી દરેક ળેમના વખાણ થઈ રહ્યા છે. ફિલ્મે ૫૦૦ કરોડ રૂપિયાનો વકરો કરતા ફિલ્મનિર્માતાએ પોતાની ફિલ્મની ક્રૂ મેમ્બર્સ ટીમ સાથે પરીચય કરાવ્યો હતો. જેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. બીજી તરફ લીડ એક્ટ્રેસ સારા અર્જુને પણ ફિલ્મ સેટ પરના કેટલાક ફોટો શેર કર્યા હતા.





