દિલજીતે શેર સંભળાવી વિરોધીઓને આપ્યો જવાબ ઈન્દોર કોન્સર્ટમાં રાહત ઈન્દોરીનો શેર સંભળાવી દિલજીતે વિરોધીઓને આપ્યો જવાબ બોમ્બની ધમકીઓ અને પ્રતિબંધો વચ્ચે યોજ્યો શો, ‘જય શ્રી મહાકાલ’ના નારા સાથે મંચ ગજવ્યું જાણીતા પંજાબી સિંગર દિલજીત દોસાંજનો જાદુ હાલમાં તેમના ‘ઓરા ઈન્ડિયા ટૂર ૨૦૨૬’ દ્વારા સમગ્ર દેશને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. આ પ્રવાસના ભાગરૂપે, તેમણે રવિવારે રાત્રે મધ્યપ્રદેશની વ્યાપારી રાજધાની ઈન્દોરમાં એક અત્યંત ઊર્જાસભર લાઈવ કોન્સર્ટ યોજ્યો હતો. જાેકે, આ શો તેની ભવ્યતાને કારણે ચર્ચામાં રહ્યો, તો સાથે જ તે વિવાદો અને પ્રતિબંધોના ઘેરામાં પણ આવી ગયો હતો.બોમ્બની ખોટી ધમકીઓ અને વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા વિવિધ પ્રતિબંધો છતાં, દિલજીતે મંચ પર હાજરી આપી અને પોતાના ચાહકોનું દિલ જીતી લીધું. કાર્યક્રમ દરમિયાન, તેમણે સ્વર્ગસ્થ કવિ રાહત ઈંદોરીની પ્રખ્યાત પંક્તિઓ સંભળાવી જેના દ્વારા તેમણે કોઈનું નામ લીધા વિના જ, પોતાની ટીકા કરનારાઓ અને વિરોધીઓને સચોટ જવાબ આપ્યો. આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ઈન્દોરના ‘ડિલાઈટ દસ્તૂર’ મેદાનમાં આયોજિત કોન્સર્ટની શરૂઆત ખૂબ જ ઉત્સાહ અને ઊર્જા સાથે થઈ. મંચ પર આવતાની સાથે જ, દિલજીત દોસાંજે સૌપ્રથમ ઉપસ્થિત ચાહકો સાથે મળીને ‘જય શ્રી મહાકાલ’નો જયઘોષ કર્યાે. તેમણે પ્રેક્ષકો સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ બાબા મહાકાલની પવિત્ર નગરી છે અને અહીં આવતા તેમને કોઈ રોકી શક્યું ન હોત. પોતાની આગવી અને નિખાલસ શૈલીમાં દિલજીતે જણાવ્યું કે તેઓ ક્યારેય ડર્યા નથી અને અત્યારે પણ ડરતા નથી તેમજ તેમના ચાહકોની તાકાતને કારણે જ તેઓ આજે અહીં ઊભા રહીને પ્રદર્શન કરી શક્યા છે.કોન્સર્ટ દરમિયાન, દિલજીતે ઉલ્લેખ કર્યાે કે તેમને ઈન્દોર આવતા રોકવા માટે કેવા અને કેટલા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પોતાના ચાહકોને સંબોધતા તેમણે કહ્યું કે, તેમને રોકવા માટે લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો છતાં, તેઓ આપેલું વચન પાળવા માટે આ શહેરમાં આવી પહોંચ્યા છે. ગાયકે ભારપૂર્વક કહ્યું કે, એકવાર તેમણે જનતાને આવવાનું વચન આપી દીધું હતું, તો તેઓ તેમાંથી પીછેહઠ નહોતા કરવા માંગતા, તેના બદલે તેમણે તમામ અવરોધોને પાર કર્યા અને આજે તેમની સમક્ષ ઉપસ્થિત થયા છે.




