
રણવીર અને નિર્માતાઓ વચ્ચેની ચર્ચા ‘ધુરંધર’ રિલીઝ થવા સુધી ચાલુ રહી હતી વધતો ‘ડોન ૩’ વિવાદ : કાનૂની વિકલ્પથી ઉકેલ લાવવાની સલાહ પ્રોડક્શન હાઉસે પ્રી-પ્રોડક્શન અને ડેવલપમેન્ટ તબક્કામાં થયેલા નુકસાનનો હવાલો આપી ૪૦ કરોડના વળતર માંગ કરી છે.
ડોન ૩નો વિવાદ દિવસે ને દિવસે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, હવે આ વિવાદમાં પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ ‘ડોન ૩’ના નિર્માતાઓ અને અભિનેતા રણવીર સિંહને વળતરનો વિવાદ ઉકેલવા કાનૂની માર્ગ અપનાવવા સલાહ આપી છે. પ્રોડ્યુસર્સ ગિલ્ડની મધ્યસ્થી દ્વારા મામલો ઉકેલવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હોવાના અહેવાલો વચ્ચે આ ભલામણ કરાઈ છે.બંને પક્ષો પોતાના વલણ પર અડગ રહેતા, ગિલ્ડના સભ્યોએ સૂચવ્યું કે મામલો હવે કાનૂની ટીમ દ્વારા યોગ્ય માધ્યમ મારફતે હલ કરવો જાેઈએ. જ્યારે રણવીરે ‘ડોન ૩’ પ્રોજેક્ટ છોડ્યો ત્યારથી આ વિવાદ શરૂ થયો છે. ફિલ્મનું નિર્માણ એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ કરી રહ્યું છે અને ડિરેક્શન ફરહાન અખ્તર કરી રહ્યો છે.
અહેવાલો મુજબ, પ્રોડક્શન હાઉસે પ્રી-પ્રોડક્શન અને ડેવલપમેન્ટ તબક્કામાં થયેલા નુકસાનનો હવાલો આપી ૪૦ કરોડના વળતર માંગ કરી છે. બીજી તરફ, રણવીર આ અંગે અસહમત હોવાનું કહેવાય છે.અહેવાલ મુજબ, રણવીર અને નિર્માતાઓ વચ્ચેની ચર્ચા ‘ધુરંધર’ રિલીઝ થવા સુધી ચાલુ રહી હતી. ત્યારબાદ રણવીરે પ્રોજેક્ટમાંથી અલગ થવાનો ર્નિણય લીધો. હવે ગિલ્ડે કાનૂની માર્ગ અપનાવવાની સલાહ આપતા ‘ડોન ૩’ અને તેનો આર્થિક વિવાદ અનિશ્ચિતતામાં છે. આગળ શું પગલું લેવાશે તે બંને પક્ષોની કાર્યવાહી પર ર્નિભર રહેશે.




