આ કથાઓ આપણા લોહીમાં છે “વિશ્વ સમક્ષ ભારતની ઓળખ રજૂ કરવા માટે આ શ્રેષ્ઠ કથા છે” : કાજલ તાજેતરમાં મને હિન્દી ફિલ્મોમાં ઘણી નવી તકો મળી રહી છે અને તેના માટે હું ખુબ જ આભારી છું ડિરેક્ટર નિતેશ તિવારીની મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ: પાર્ટ ૧’ના ટ્રેલરે દર્શકોમાં ભારે ચર્ચા જગાવી છે. અંદાજે ૪,૦૦૦ કરોડના બજેટમાં બની રહેલી આ ફિલ્મને નિર્માતાઓ માત્ર ભારત પૂરતી નહીં પરંતુ વૈશ્વિક સ્તરે રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે ફિલ્મમાં મંદોદરીની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી કાજલ અગ્રવાલ માને છે કે ‘રામાયણ’ જેવી કથા સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવાનો આ યોગ્ય સમય છે.ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની વાત કરતાં કાજલે કહ્યું, “મને ખરેખર લાગે છે કે હવે સમય આવી ગયો છે કે, આપણે આપણી સુપરહીરો જેવી કથાઓ દુનિયાને કહેવી જાેઈએ. ભગવાન રામ, લક્ષ્મણ, હનુમાનજી અને અન્ય મહાન પાત્રોની વાર્તાઓ સાથે આપણે બાળપણથી જ ઉછર્યા છીએ. આ કથાઓ આપણા લોહીમાં છે, આપણા દરેક શ્વાસમાં વસે છે અને આપણે તેને દિલથી પ્રેમ કરીએ છીએ.” તેણે વધુમાં ઉમેર્યું, “ભારતીય સિનેમાને વૈશ્વિક ઓળખ અપાવવાનો આ ઉત્તમ સમય છે અને તેના માટે ભગવાન રામથી વધુ યોગ્ય કથા બીજી કોઈ હોઈ શકે નહીં. મને લાગે છે કે આપણા દેશની ઓળખ વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે આ શ્રેષ્ઠ વાર્તા છે. ભગવાન રામ ‘મર્યાદા પુરુષોત્તમ’ છે અને તેમના કરતાં વધુ મહાન નાયક કોઈ નથી. રણબીર કપૂર તેમને પડદા પર ભજવી રહ્યા છે, જે એક ઉત્તમ પસંદગી છે.”કેટલાક સમયથી હિન્દી ફિલ્મોથી દૂર રહેલી કાજલ અગ્રવાલ હવે ફરી બોલિવૂડમાં મળતી તકોથી ખુશ છે. તાજેતરમાં તેની ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ રિલીઝ થઈ હતી અને હવે તે ‘રામાયણ’માં મહત્વની ભૂમિકામાં જાેવા મળશે.આ અંગે તેમણે કહ્યું, “તાજેતરમાં મને હિન્દી ફિલ્મોમાં ઘણી નવી તકો મળી રહી છે અને તેના માટે હું ખુબ જ આભારી છું.”કાજલે જણાવ્યું કે ‘રામાયણ’ તેનાં માટે માત્ર એક ફિલ્મ નથી પરંતુ વ્યક્તિગત રીતે પણ ખૂબ જ ખાસ છે, કારણ કે આ તેના દિકરાની આ સૌથી પ્રિય વાર્તા છે. તેમણે કહ્યું, “એક અભિનેત્રી તરીકે ‘રામાયણ’ જેવા ભવ્ય પ્રોજેક્ટનો ભાગ બનવું મારા માટે અત્યંત સંતોષકારક છે. આટલી પ્રતિભાશાળી સ્ટારકાસ્ટ અને શ્રેષ્ઠ નિર્માતાઓ સાથે કામ કરવાનો અદ્દભુત અનુભવ મળી રહ્યો છે. સેટ પર જે ભવ્યતા જાેવા મળે છે તે જીવનમાં એક જ વખત મળતી તક સમાન છે. હું આ તક માટે ખુબ જ આભારી છું અને આશા રાખું છું કે આ સારો સમય આગળ પણ ચાલુ રહેશે.”





