
એઆઈ પ્લેટફોર્મ્સને ફટકાર.સોનાક્ષી સિંહાના નામ અને અવાજના દુરુપયોગ પર હાઈકોર્ટ લાલ ધૂમ.કોર્ટે અવલોકન કર્યું કે સોનાક્ષી સિંહાના મોર્ફ કરેલા ફોટામાં તેને અનુચિત કપડાં પહેરેલી દર્શાવવામાં આવી હતી.આજના ડિજિટલ યુગમાં સેલિબ્રિટીઝની છબીનો ખોટી રીતે ઉપયોગ કરવો એક ગંભીર સમસ્યા બની ગઈ છે. દિલ્હી હાઈકોર્ટે અભિનેત્રી સોનાક્ષી સિંહાના વ્યક્તિત્વ અધિકારોની રક્ષા કરતા એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ AI પ્લેટફોર્મ કે ઓનલાઇન વેબસાઈટ સોનાક્ષીની પૂર્વ મંજૂરી વગર તેના નામ, ચહેરા કે અવાજનો ઉપયોગ કરી શકશે નહીં. આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે AI ટૂલ્સ દ્વારા જાણીતી હસ્તીઓના મોર્ફ કરેલા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.ન્યાયમૂર્તિ જ્યોતિ સિંહની ખંડપીઠે સોનાક્ષી સિંહા દ્વારા દાખલ કરવામાં આવેલી વચગાળાની રોક અરજી પર સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો હતો.
કોર્ટે નોંધ્યું હતું કે કેટલાક અસામાજિક તત્વો AI ટૂલ્સની મદદથી અભિનેત્રીની વાંધાજનક અને અશ્લીલ તસવીરો બનાવીને તેને સાર્વજનિક કરી રહ્યા છે. આ પ્રકારનું કન્ટેન્ટ સોનાક્ષીની જાહેર પ્રતિષ્ઠાને કાયમી ધોરણે નુકસાન પહોંચાડી રહ્યું છે. કોર્ટે કડક સૂચના આપી છે કે ફરિયાદમાં જણાવવામાં આવેલા તમામ વાંધાજનક URL આગામી ૩૬ કલાકમાં ઈન્ટરનેટ પરથી હટાવી લેવામાં આવે.સોનાક્ષી સિંહાએ અમેરિકા સ્થિત AI ચેટબોટ પ્લેટફોર્મ્સ અને વિવિધ ઈ-કોમર્સ સાઈટ્સ વિરુદ્ધ આ કાયદાકીય લડાઈ શરૂ કરી હતી. કોર્ટના મતે, આ પ્રતિવાદીઓ અભિનેત્રીની સહમતિ વગર તેની છબી અને અવાજનો ઉપયોગ કરીને ગેરકાનૂની રીતે આર્થિક લાભ મેળવી રહ્યા હતા. કોર્ટે ‘જાેન ડો’ (અજ્ઞાત સંસ્થાઓ) સહિત તમામ પક્ષકારોને સોનાક્ષીના વ્યક્તિત્વના કોઈપણ ગુણોનો શોષણ કરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે.કોર્ટે અવલોકન કર્યું કે સોનાક્ષી સિંહાના મોર્ફ કરેલા ફોટામાં તેને અનુચિત કપડાં પહેરેલી દર્શાવવામાં આવી હતી, જે અત્યંત વાંધાજનક છે. આ પ્રકારના ‘ડીપફેક’ અને ‘AI જનરેટેડ’ કન્ટેન્ટથી થતું નુકસાન ભરપાઈ ન થઈ શકે તેવું હોય છે. આ આદેશથી હવે ઓનલાઇન રિટેલર્સ અને પ્લેટફોર્મ્સ માટે કોઈ પણ કલાકારની બ્રાન્ડ વેલ્યુનો મંજૂરી વગર ઉપયોગ કરવો મુશ્કેલ બનશે. કોર્ટના આ કડક વલણને મનોરંજન જગતમાં આવકારવામાં આવ્યો છે.





