‘હિન્દુ ધર્મ ભૂલી ગયા કે શું?’ વંદે માતરમ વિવાદમાં ‘શક્તિમાન’એ શર્મિલા ટાગોરને નિશાને લીધા મુકેશ ખન્નાએ ઈશ્વર વિશે વાત કરતા જણાવ્યું કે, હિન્દુ ધર્મમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓ છે, પણ ભગવાન નિરાકાર અને એક જ છે દિગ્ગજ અભિનેતા મુકેશ ખન્નાએ ‘વંદે માતરમ‘ અંગે શર્મિલા ટાગોરે આપેલા નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. શર્મિલા ટાગોરે કહ્યું હતું કે અન્ય ધર્મના લોકો કદાચ ‘વંદે માતરમ‘ને સ્વીકારી કે સમજી ન શકે. આ નિવેદન સામે સવાલ ઉઠાવતા મુકેશ ખન્નાએ પૂછ્યું કે બીજા ધર્માે સાથે જાેડાયેલી ચિંતાઓ ‘વંદે માતરમ‘ પ્રત્યેના દ્રષ્ટિકોણ પર કેમ અસર કરવી જાેઈએ?મુકેશ ખન્નાએ શર્મિલા ટાગોરના લગ્ન અને તેમના નામના પરિવર્તન અંગે વાત કરતા કહ્યું કે, “તમે આખી જિંદગી હિન્દુ તરીકે જીવ્યા અને લગ્ન માટે ‘આયશા બેગમ‘ બન્યા. પરંતુ આજે તમે આયશા બેગમ બનીને જ વાત કરી રહ્યા છો.”આ ઉપરાંત તેમણે શર્મિલાના બંગાળી મૂળ અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે, તેઓ બંગાળમાં ઉછેર પામ્યા છે જ્યાં કાળી પૂજા ઉજવાય છે. બંગાળી સંસ્કૃતિમાં મોટા થયા પછી હવે અચાનક તેમને એવું કેમ લાગે છે કે અન્ય ધર્મના લોકો આને સ્વીકારશે નહીં.મુકેશ ખન્નાએ ઈશ્વર વિશે વાત કરતા જણાવ્યું કે, હિન્દુ ધર્મમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓ છે, પણ ભગવાન નિરાકાર અને એક જ છે. અન્ય ધર્માેની આડઅસર અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, કેટલાક લોકોની આપત્તિ એ છે કે તેઓ માત્ર ખુદા સામે જ ઝૂકે છે અને અન્ય કોઈની સામે નહીં.તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતમાં રહેતા તમામ લોકોએ દેશ અને તેના રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન કરવું જાેઈએ. જાે કોઈ શારીરિક રીતે નમવા ન માંગતું હોય તો કોઈ તેના પર દબાણ નથી કરતું, પરંતુ ‘વંદે માતરમ‘ ન ગાવું જાેઈએ એવું કહેવું સમજણ બહારની વાત છે.




