
અભિનેત્રી ખુદ જાેઇને ચોંકી! એડલ્ટ સાઇટ પર વાઈરલ થઈ હતી જ્હાન્વી કપૂરની તસવીરો સ્કૂલમાં ભણતી હતી ત્યારે તેણે એક એડલ્ટ વેબસાઇટ પર પોતાની મોર્ફ કરેલી (એડિટ કરેલી) તસવીરો જાેઈ હતી બોલીવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂરે તાજેતરમાં પોતાની જિંદગીના એક અત્યંત આઘાતજનક કિસ્સાનો ખુલાસો કર્યો છે. રાજ શમાની સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે જ્યારે તે માત્ર ૧૫ વર્ષની હતી અને સ્કૂલમાં ભણતી હતી ત્યારે તેણે એક એડલ્ટ વેબસાઇટ પર પોતાની મોર્ફ કરેલી (એડિટ કરેલી) તસવીરો જાેઈ હતી. આ ઘટનાએ તેને અંદરથી હચમચાવી દીધી હતી. જ્હાન્વીએ તે ભયાનક અનુભવ યાદ કરતા કહ્યું કે સ્કૂલમાં આઈટી ક્લાસ દરમિયાન કેટલાક છોકરાઓ મજાક માટે આવી સાઇટ્સ જાેતા હતા અને ત્યાં અચાનક પોતાની તસવીરો જાેઈને તે દંગ રહી ગઈ હતી. તે સમયે આ બધું સમજવું અને તેની સામે લડવું તેના માટે ઘણું મુશ્કેલ હતું.
અભિનેત્રીએ વધુમાં ચિંતા વ્યક્ત કરી કે, આજે પણ AI અને ડીપફેક ટેકનોલોજી દ્વારા તેની નકલી તસવીરો સોશિયલ મીડિયા અને ન્યૂઝ પોર્ટલ્સ પર વાયરલ કરવામાં આવે છે. આ તસવીરોમાં તેને એવા કપડાં કે પોઝમાં બતાવવામાં આવે છે જે તેણે ક્યારેય પહેર્યા નથી. જ્હાન્વીએ સ્વીકાર્યું કે, આ બાબત તેના કામ અને ઈમેજ પર પણ ખરાબ અસર પાડે છે. તેને ડર છે કે ભવિષ્યમાં કોઈ ડિરેક્ટર આ નકલી ફોટાને સાચા માનીને તેને બોલ્ડ આઉટફિટ્સ માટે દબાણ કરી શકે છે. એક સ્ટાર કિડ હોવાના કારણે નાનપણથી જ લોકોની નજરમાં રહેલી જાહ્નવી માટે આ માનસિક દબાણ આજે પણ યથાવત છે.





