
ફિલ્મમેકર કરણ જાેહરે મેટ ગાલામાં હાજરી આપી મેટ ગાલાની ક્ષણ મારી કૅરિયરમાં “ફુલ સર્કલ” જેવી લાગે છે મને યાદ છે કે મારા જીવનમાં ફેશનની શરૂઆત વોગથી થઈ. હું ૧૨ વર્ષનો હતો ત્યારે મેં પહેલી વાર આ મેગેઝિન વાંચ્યું હતું : કરન જાેહર ફિલ્મમેકર કરણ જાેહરે ન્યૂયોર્કમાં મેટ ગાલા ૨૦૨૬માં હાજરી આપતા પહેલાં ફેશન અને સિનેમામાં તેની યાત્રા વિશે વાત કરી હતી. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ખાતે થયેલી વાતચીત દરમિયાન, કરણે જણાવ્યું હતું કે તેની કૅરિયર હવે ફરીથી ફેશન તરફ વળી છે, જે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ્સમાંનું એક છે.તેના શરૂઆતના દિવસોને યાદ કરતા કરણે કહ્યું, “મેં મૂળ રૂપે કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે શરૂઆત કરી હતી. જ્યારે હું લગભગ ૨૨ વર્ષનો હતો ત્યારે એ મારી મુખ્ય પસંદગી હતી. પછી એક ફિલ્મના સેટ પર મને સમજાયું કે ફિલ્મમેકિંગ જ મને ખરેખર ઉત્સાહિત કરે છે, પ્રેરિત કરે છે.” તેણે ઉમેર્યું કે દિગ્દર્શક અને નિર્માતા બન્યા બાદ પણ ફેશન સાથેનો તેનો નાતો ક્યારેય તૂટ્યો નથી. કરણે ફેશન સાથેનાં તેનાં પ્રથમ પરિચયને પણ યાદ કર્યાે, “મને યાદ છે કે મારા જીવનમાં ફેશનની શરૂઆત વોગથી થઈ.
હું ૧૨ વર્ષનો હતો ત્યારે મેં પહેલી વાર આ મેગેઝિન વાંચ્યું હતું. તે સમયે ભારતમાં તે ઉપલબ્ધ નહોતું, એટલે મારે એક નાની દુકાનમાં જઈને જૂનાં મેગેઝિન ખરીદવાં પડતાં.” મેટ ગાલામાં હાજરીના મહત્વ વિશે વાત કરતા, કરણે જણાવ્યું કે તે વર્ષાેથી આ ઇવેન્ટ પર નજર રાખે છે. તેણે કહ્યું, “હું હંમેશા કલ્પના કરતો હતો કે આ કાર્પેટ પર ઉભા રહેવાનું કેવું લાગશે, જ્યાં ફેશન, પ્રતિભા, કલાત્મકતા અને દરેક વસ્ત્ર પાછળના કલાકોની મહેનત જાેવા મળે છે. મને લાગે છે કે ફેશન ખૂબ જ ઊંડી કલાની શૈલી છે.” તેણે ઉમેર્યું કે આ વર્ષની થીમ તેના માટે ખાસ મહત્વ ધરાવે છે. “આ વર્ષે ‘ફેશન ઇઝ આર્ટ’ થીમ સાથે અહીં આવવું મારા માટે એક સંપૂર્ણ સર્કલ જેવું છે અને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે. હું અહીં મારા દેશનું પ્રતિનિધિત્વ કરવા આવ્યો છું અને મારા વસ્ત્ર દ્વારા આપણી સમૃદ્ધ સંસ્કૃતિ દર્શાવવા માંગું છું.” હળવી વાતચીતમાં, જાેહરે એક વ્યક્તિગત ઈચ્છા પણ વ્યક્ત કરી. “હું ટ્વિન્સનો પિતા છું—યશ અને રૂહી, બંને નવ વર્ષના છે. મારી દીકરી રૂહી સબ્રીના કાર્પેન્ટરની ખૂબ મોટી ફેન છે. જાે હું તેને મળી શકું અને તેને વાંધો ન હોય તો હું દિકરી માટે તેની સાથે સેલ્ફી લેવા માગું છું.” તેણે વધુમાં મનિષ મલ્હોત્રાની ડિઝાઇન અને આ કોલબરેશન વિશે ઉમેર્યું કે, “તે ફેશનમાં ગયો અને હું ફિલ્મોમાં ગયો, છતાં અમારી સફર હંમેશા જાેડાયેલી રહી. આજે અમે સાથે મળીને આપણા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ અને મને તેનું ખૂબ ગર્વ અને મને ભાવનાત્મક બનાવે છે.”





