
કૃતિ સેનન સાથે કર્યું કામ પ્રણવી તિવારી શોબિઝ છોડીને બની ગઈ કૃષ્ણ ભક્ત આટલું જ નહીં પ્રેમાનંદ મહારાજ પાસેથી દીક્ષા પણ લીધી માયા નગરી અને ગ્લેમરની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવવાનું સપનું અનેક લોકોનું હોય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને સફળતા મળ્યાં પછી કંઈક ખાલીપણું લાગતું હોય. આ લિસ્ટમાં એક પ્રણવી તિવારીનું નામ પણ શામેલ છે. પ્રણવી તિવારીની કહાની પણ કંઈક આવી જ છે.
એક સમયે એર હોસ્ટેસ રહેલી પ્રણવી તિવારીએ મોડલિંગ અને જાહેરખબરની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. એક્ટ્રેસે બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન સહિત અનેક મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. અભિનયની દુનિયામાં આગળ વધવાનું સપનું જાેયું હતું પરંતુ આ ફીલ્ડમાં તે સતત બેચેની અને પરેશાની અનુભવતી હતી. આમ, લાસ્ટમાં શોબિઝની ચમકદમકથી દૂર રહીને અધ્યાત્મ અને કૃષ્ણ ભક્તિનાં માર્ગની પસંદગી કરી.
લેટેસ્ટમાં મેરો વૃંદાવન પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન પ્રણવી તિવારીએ તેમનાં જીવનમાં લીધેલા આ મોટા ર્નિણય વિશે ખુલીને વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું કે એર હોસ્ટેસની નોકરી કર્યાં પછી જાહેરખબરમાં કામ કર્યું હતું. અનેક પ્રોજેક્ટ્સમાં મુખ્ય રોલ નિભાવ્યો છે. આમ, ઇન્ડસ્ટ્રીમાં આગળ વધી ગઈ હોવા છતાં આ ફીલ્ડને અલવિદા કહ્યું.
પ્રણવી અનુસાર મારી પાસે સારું કામ, પરિવાર અને પૈસા એમ બધું જ હતું તેમ છતાં અંદરથી મજા નહોતી આવી. એક્ટ્રેસને હંમેશા એવું લાગતું હતું કે જિંદગીમાં હજુ પણ કંઈક અધૂરું છે. આ સવાલ સતત એક્ટ્રેસનાં મનમાં ગૂંજતો રહ્યો અને આધ્યાત્મિક વિષયોમાં રસ પડ્યો. ત્યારબાદ સતત ભક્તિમાં આગળ વધતી રહી.
પ્રણવીએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૫ માં પહેલીવાર પ્રેમાનંદ મહારાજનું પ્રવચન સાંભળ્યું હતું. ત્યારબાદ વિચારો એટલા બદલાઈ ગયા કે આ વિશે વધારે ઊંડું વિચારતી ગઈ અને ઇન્ડસ્ટ્રીમાંથી વિદાય લીધી. આ સાથે જ એક્ટ્રેસે તેનાં પરિવારને આ વિશે વાત કરી અને પછી જીવનની દિશા બદલવાનો ર્નિણય કર્યો. ત્યારબાદ વૃંદાવન પહોંચી જ્યાં તેને એવા લોકો મળ્યાં કે જેમણે પ્રેમાનંદ મહારાજને મળવામાં મદદ કરી. પછી દીક્ષા ગ્રહણ કરી અને જીવન પૂરી રીતે કૃષ્ણ ભક્તિનાં માર્ગમાં સમર્પિત કરી દીધું.





