મિસ વર્લ્ડ ૨૦૨૬માં મિસ ઈન્ડિયા નિકિતા પોરવાલ અને પાકિસ્તાની સુંદરી વચ્ચે જામી ટક્કર! સોશિયલ મીડિયા યુઝર્સ બંને દેશોની સુંદરીઓના ઈન્ટરવ્યુ, રેમ્પ વોક અને ફેશન સેન્સની સરખામણી કરી રહ્યા છે મિસ વર્લ્ડ ૨૦૨૬માં મિસ ઈન્ડિયા નિકિતા પોરવાલ અને પાકિસ્તાની બ્યુટી ક્વીન વચ્ચે ટક્કર! જાણો બંને ગ્લેમરસ સ્પર્ધકો વિશેવૈશ્વિક સ્તરે સૌથી પ્રતિષ્ઠિત ગણાતી બ્યુટી પેજન્ટ ‘મિસ વર્લ્ડ ૨૦૨૬’ને લઈને ઉત્સાહ ચરમસીમા પર છે. વિશ્વભરમાંથી આવતી સુંદરીઓ આ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. આ વખતે ભારત તરફથી ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ નિકિતા પોરવાલ દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે, જ્યારે પાકિસ્તાન તરફથી પણ બ્યુટી ક્વીન સ્પર્ધામાં ઉતરી છે.સોશિયલ મીડિયા પર ભારત અને પાકિસ્તાન બંને દેશોની સ્પર્ધકોની સુંદરતા, ગ્રેસ અને સ્ટાઈલ સ્ટેટમેન્ટની ભારે ચર્ચા થઈ રહી છે.વાત કરીએ કોણ છે મિસ ઈન્ડિયા નિકિતા પોરવાલ? તો મધ્ય પ્રદેશના ઉજ્જૈનની રહેવાસી નિકિતા પોરવાલ ફેશન અને ગ્લેમર વર્લ્ડમાં જાણીતું નામ છે. નિકિતાએ ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૨૪નો તાજ પોતાના નામે કર્યાે હતો. તે વ્યવસાયે મોડેલ, થિયેટર આર્ટિસ્ટ અને રાઈટર છે.મિસ વર્લ્ડ ૨૦૨૬ના મંચ પર નિકિતા ભારતીય સંસ્કૃતિ, પરંપરાગત પોશાક અને આધુનિક વિચારસરણીના સુંદર સમન્વય સાથે ભારતનું નામ રોશન કરી રહી છે. સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ અને રોયલ લુક્સ વાઈરલ થઈ રહ્યા છે.મિસ વર્લ્ડના મંચ પર દરેક દેશની સ્પર્ધકો માત્ર તેમની બાહ્ય સુંદરતાથી જ નહીં, પરંતુ તેમના આત્મવિશ્વાસ, બુદ્ધિમત્તા અને સામાજિક કાર્યાે ના આધારે મૂલવવામાં આવે છે. પાકિસ્તાની સ્પર્ધક પણ પોતાના પરંપરાગત અને મોર્ડન અવતારથી ઈન્ટરનેટ પર લક્ષ્ય ખેંચી રહી છે.સોશિયલ મીડિયા યુઝર્સ બંને દેશોની સુંદરીઓના ઈન્ટરવ્યુ, રેમ્પ વોક અને ફેશન સેન્સની સરખામણી કરી રહ્યા છે અને પોતપોતાના ફેવરિટ સ્પર્ધકને સપોર્ટ કરી રહ્યા છે.અહીંયા તમારી જાણકારી માટે કે મિસ વર્લ્ડ સ્પર્ધામાં માત્ર ફેશન કે સુંદરતા જ મહત્વની નથી હોતી. ભારતીય સ્પર્ધક નિકિતા પોરવાલે પોતાના પ્રોજેક્ટ્સ દ્વારા સામાજિક મુદ્દાઓ અને મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મૂક્યો છે, જે તેને ગ્લોબલ સ્ટેજ પર મજબૂત દાવેદાર બનાવે છે.





