હિપની ગંભીર ઈજા અંગે રશ્મિકા મંદાનાની કબૂલાત મેં મારા શરીર સાથે મશીન જેવું વર્તન કર્યું છે : રશ્મિકા મંદાના પોસ્ટમાં રશ્મિકાએ લખ્યું કે શરૂઆતમાં તે આ ઈજાની વાત જાહેર કરવા માંગતી નહોતી, પરંતુ બાદમાં ચાહકો સાથે માહિતી શેર કરવાનો ર્નિણય કર્યાે રશ્મિકા મંદાનાએ પોતાની ગંભીર હિપ ઈજા અંગે પ્રથમ વખત જાહેર કરતાં જણાવ્યું છે કે સતત કામના દબાણ વચ્ચે તેણે પોતાનાં શરીર સાથે મશીન જેવું વર્તન કર્યું હતું. સોશિયલ મીડિયાથી થોડા સમય દૂર રહ્યા બાદ રશ્મિકાએ એક ભાવુક પોસ્ટ શેર કરીને પોતાની ગેરહાજરીનું કારણ જણાવ્યું અને હાલમાં સ્વસ્થ થવાની પ્રક્રિયામાં હોવાની માહિતી આપી છે. રશ્મિકાએ પોસ્ટ સાથે ઘરમાં આરામ દરમિયાનની કેટલીક તસવીરો પણ શેર કરી છે. તેમાં તેની સેલ્ફી, પાળેલા શ્વાનો સાથેની પળો, પઝલ ઉકેલતી તસવીરો, મીઠી વાનગીઓ અને ચાહકો તથા શુભેચ્છકો તરફથી મળેલી ભેટોની ઝલક જાેવા મળે છે.પોસ્ટમાં રશ્મિકાએ લખ્યું કે શરૂઆતમાં તે આ ઈજાની વાત જાહેર કરવા માંગતી નહોતી, પરંતુ બાદમાં ચાહકો સાથે આ માહિતી શેર કરવાનો ર્નિણય કર્યાે. તેણે જણાવ્યું કે આ તેની સતત થયેલી ત્રીજી ઈજા છે. તેણે લખ્યું, “આ ઘટના થોડા સમય પહેલાં બની હતી અને સતત આ મારી ત્રીજી ઈજા છે. હવે મારે ચોક્કસપણે શીખવું પડશે કે મારે શરીર સાથે મશીન નહીં, પરંતુ માનવ શરીર તરીકે વર્તવું જાેઈએ.”રશ્મિકાએ ખુલાસો કર્યાે કે તેની આગામી ફિલ્મ ‘માયસા’ના ડાન્સ સિક્વન્સનાં શૂટિંગ દરમિયાન જમણાં હિપને પગ સાથે જાેડતી એક ટેન્ડન તૂટી ગઈ હતી. તેણે જણાવ્યું, “તમારા હિપની દરેક બાજુએ ચાર ટેન્ડન હોય છે, જે હિપને પગ સાથે જાેડે છે. મારાં જમણાં હિપની એક ટેન્ડન અલગ થઈ ગઈ છે અને હવે ફરી જાેડાય ત્યાં સુધી હું પગ યોગ્ય રીતે ઊંચો કરી શકતી નથી. આ ઈજા ‘માઈસા’ના ડાન્સ શૂટ દરમિયાન થઈ હતી. ભગવાન! આ ચોક્કસપણે મારી અત્યાર સુધીની સૌથી આક્રમક ફિલ્મ છે.”ગંભીર ઈજા છતાં રશ્મિકાએ ચાહકોને વિશ્વાસ અપાવ્યો કે તે બરાબર છે. તેણે લખ્યું, “ચિંતા કરશો નહીં. દુ:ખાવો થાય છે, પરંતુ અસહ્ય નથી.” રશ્મિકાએ મજાકમાં ઉમેર્યું કે કદાચ ભગવાન તેને થોડો વિરામ લેવા માટે સંકેત આપી રહ્યા છે, કારણ કે જાે તેનાં હાથમાં હોત તો તે ક્યારેય આરામ ન લેત. તેણે જણાવ્યું કે અગાઉ થયેલી તેની ઈજાઓ પણ અચાનક બનેલી દુર્ઘટનાઓનું પરિણામ હતી.સ્વસ્થ થવા સમય દરમિયાન તે પઝલ ઉકેલવામાં, ઘરે આરામ કરવામાં અને મીઠી વાનગીઓ માણવામાં સમય પસાર કરી રહ્યા છે. જાેકે, તેણે સ્વીકાર્યું કે નિયમિત વર્કઆઉટ અને દોડવાથી દૂર રહેવું તેનાં માટે સૌથી મોટો પડકાર છે.રશ્મિકાની આ પોસ્ટ બાદ ચાહકોએ સોશિયલ મીડિયા પર તેના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવી છે. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ રશ્મિકા ફરીથી પોતાનાં વ્યસ્ત શીડ્યુલમાં પરત ફરશે. તે આગામી સમયમાં ‘માઈસા’, ‘રાણાબલી’, ‘પુષ્પા ૩’, ‘એનિમલ પાર્ક’ અને ‘રાકા’ જેવી ફિલ્મોમાં જાેવા મળશે. હાલમાં, રશ્મિકા સંપૂર્ણ ધ્યાન સ્વસ્થ થવા પર કેન્દ્રિત કરી રહી છે અને ચાહકોને સમયાંતરે પોતાની તબિયત અંગે માહિતી આપતી રહેશે.





