‘આ હીન કક્ષાના વિચાર છે’ : શિવાલિકા કેટરીના કૈફના બોડી શૅમિંગ સામે સપોર્ટમાં આવી શિવાલિકા ઓબેરોય અભિનેત્રી કેટરીના કૈફ નવેમ્બર ૨૦૨૫માં પોતાના દીકરા વિહાનના જન્મ બાદ લાઈમલાઈટથી ઘણી દૂર હતી બોલીવુડની જાણીતી અભિનેત્રી કેટરીના કૈફ હાલમાં પોતાના પ્રેગ્નન્સી બાદ વધેલા વજનના કારણે લોકોની ટીકાઓનો ભોગ બની હતી. આ મુદ્દો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામા છે. અભિનેત્રી કેટરીના કૈફ હાલમાં જ દિગ્ગ્જ ડાયરેક્ટર કુકૂ કોહલીના અંતિમ સંસ્કારમાં પહોંચી હતી, જ્યાં પેપ્સએ તેની તસવીરો લીધી હતી. એક્ટ્રેસને તેના વધતા વજનના લીધે ટ્રોલ કરવામાં આવતા અભિનેત્રી શિવાલિકા ઓબેરોય હવે તેના સપોર્ટમાં આવી હતી. તેણે ટ્રોલર્સને કરારો જવાબ આપતા કહ્યું હતું કે આવી માનસિકતા ધરાવતા લોકો કેટલા અતાર્કિક હોય છે. એક્ટ્રેસ શિવાલિકા ઓબેરોયએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટરીના કૈફની તસ્વીર પોસ્ટ કરી, તસ્વીર પોસ્ટ કરી એક્ટ્રેસે લખ્યું કે ‘શું થઈ ગયું છે લોકોને, આ મધરહુડ છે! નોર્મલ પોસ્ટપાર્ટમ રિકવરી આવી જ દેખાય છે, સારી, ખરાબ, સોજાે, થાક અને તેની વચ્ચે દરેક વસ્તુઓ. મધરહુડના એવા વર્ઝનને પ્રોત્સાહન આપવાનું બંધ કરો, જે હાજર જ નથી. છેલ્લા અમુક દિવસોમાં આવી અનેક પોસ્ટ જાેઈને વિચારું છું કે લોકોના વિચાર કેટલી હીન કક્ષાના છે.’ શિવાલિકાએ પણ હાલમાં જ પોતાના બાળકને જન્મ આપ્યો છે, એવામાં પ્રેગ્નન્સી બાદ શરીરમાં આવેલા ફેરફારોને તે સારી રીતે સમજી શકે છે. આવું પહેલીવાર થયું નથી જયારે કોઈ અભિનેત્રીને તેની પ્રેગ્નેન્સી બાદ ટ્રોલ કરવામાં આવી રહી હોય, આ પહેલા પત્રલેખા સહિત અનેક અભિનેત્રીઓ આ રીતે ટ્રોલિંગનો સામનો કરી ચુકી છે.
અભિનેત્રી કેટરીના કૈફ નવેમ્બર ૨૦૨૫માં પોતાના દીકરા વિહાનના જન્મ બાદ લાઈમલાઈટથી ઘણી દૂર હતી. એવામાં ડાયરેક્ટર કુકુ કોહલીના અંતિમ સંસ્કાર દરમિયાન તેને સ્પોટ કરવામાં આવી હતી ત્યાર બાદ સોશિયલ મીડિયા પર તેના વીડિયો અને તસવીરો સામે આવ્યા બાદ તેને ટ્રોલ કરવામાં આવી હતી.




