લગ્નના ચાર વર્ષ બાદ કનિકાનો મોટો ર્નિણય કનિકા કપૂર પતિ ગૌતમથી અલગ થશે, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી પીડા ૧૫ વર્ષ જૂની મિત્રતા બાદ લગ્ન કરનાર કપલે પરસ્પર સંમતિથી અલગ થવાનો ર્નિણય લીધો, અંગત કારણો જાહેર કર્યા નહીં “બેબી ડોલ” અને “ચિટ્ટિયાં કલાઈયાં” જેવા અસંખ્ય સુપરહિટ બોલિવૂડ ગીતોથી દેશભરમાં જાણીતી બનેલી સિંગર કનિકા કપૂરે તેમના ઉદ્યોગપતિ પતિ ગૌતમ હથિરામાનીથી અલગ થવાની જાહેરાત કરીને ચાહકોને આઘાતમાં સરી પાડ્યા છે. લગ્નના ચાર વર્ષ બાદ આ દંપતીએ પરસ્પર સંમતિથી એકબીજાથી અલગ થવાનો ર્નિણય લીધો છે. કનિકાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને પોતાની આ અંગત પીડા વ્યક્ત કરી હતી.પોતાની સત્તાવાર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરતા કનિકા કપૂરે લખ્યું, “પ્રિય મિત્રો અને પરિવારજનો, ખૂબ વિચાર-વિમર્શ કર્યા પછી, મેં અને મારા પતિએ અલગ થવાનો ર્નિણય લીધો છે. અમે સાથે વિતાવેલા સમય માટે હું આભારી છું અને તેમના ભવિષ્ય માટે તેમને શુભકામનાઓ પાઠવું છું. હું વિનંતી કરું છું કે આ મુશ્કેલ સમય દરમિયાન તમે અમારી અંગત ગોપનીયતા (પ્રાઈવસી)નું સન્માન કરો. સ્નેહ, કનિકા.”સિંગરની આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ અને તેમના પતિ ગૌતમ લગ્નના ચાર વર્ષ બાદ અલગ થઈ રહ્યા છે, જાેકે તેમણે પોતાની પોસ્ટમાં ‘છૂટાછેડા’ શબ્દનો ઉપયોગ કર્યાે નથી અને અલગ થવા પાછળનું ચોક્કસ કારણ પણ જાહેર કર્યું નથી.અગાઉ ગૌતમ હથિરામાની સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતી વખતે કનિકા કપૂરે ખુલાસો કર્યાે હતો કે તેઓ એકબીજાને ૧૫ વર્ષથી ઓળખતા હતા અને ખૂબ જ ગાઢ મિત્રો હતા. કનિકાએ પોતે ગૌતમને બે વાર લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. પહેલીવાર ૨૦૧૪માં અને બીજીવાર ૨૦૨૦માં. ત્યારબાદ ઓગસ્ટ ૨૦૨૧માં ગૌતમે કનિકાને પ્રપોઝ કર્યું હતું અને આખરે ૨૦ મે, ૨૦૨૨ના રોજ આ યુગલે લંડનમાં પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા.ઉલ્લેખનીય છે કે, કનિકા કપૂરના આ બીજા લગ્ન હતા. અગાઉ ૧૯૯૮માં માત્ર ૧૮ વર્ષની નાની ઉંમરે તેમણે ઉદ્યોગપતિ રાજ ચાંદોક સાથે લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્નથી કનિકાને ત્રણ બાળકો છે બે પુત્રીઓ અનાયા અને સમાયરા, તથા એક પુત્ર યુવરાજ. રાજ સાથે લગ્ન કર્યા બાદ કનિકા લંડન શિફ્ટ થઈ ગઈ હતી. જાેકે, વર્ષ ૨૦૧૨માં પતિ સાથે અણબનાવ થતાં બંને અલગ થઈ ગયા હતા, જે પછી કનિકા ભારત પરત ફરી હતી અને બોલિવૂડમાં ગાયકી ક્ષેત્રે પોતાની સફળ કારકિર્દી બનાવી હતી.




