
કેટી પેરીનો એસ્ટ્રોનોટ લુક અને બેયોન્સેના આઉટફિટે જમાવ્યું આકર્ષણ.૭૮મા મેટ ગાલામાં વિશ્વભરના સિતારાઓનો ઝગમગાટ.બોલિવૂડ ડાયરેક્ટર કરણ જાેહરનું મેટ ગાલામાં ભવ્ય ડેબ્યૂ : મનીષ મલ્હોત્રાના કલેક્શન દ્વારા રાજા રવિ વર્માના વારસાને આપી અંજલિ.૭૮મા મેટ ગાલામાં વિશ્વભરના સેલિબ્રિટીઓનો મેળાવડો જાેવા મળ્યો. કેટી પેરી અને ટેયાના ટેલરથી લઈને બેયોન્સે, મેડોના, કિમ કાર્દાશિયન, નિકોલ કિડમેન, કેન્ડલ જેનર અને સબરીના કાર્પેન્ટર સુધી, ઘણી સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા. કેટી પેરી એસ્ટ્રોનોટના લુકમાં આવી હતી, ત્યારે ડોએચી અને હૈદી ક્લૈમ સહિત અન્ય ઘણા સ્ટાર્સના આઉટ ફીટએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.અમેરિકન ગાયિકા કેટી પેરી મેટ ગાલા ૨૦૨૬ માં રેડ કાર્પેટ પર સફેદ પોશાક પહેરીને આવી હતી.તેણીએ એક વિચિત્ર ફેસ માસ્ક પહેર્યાે હતો, જેનાથી તેણી એસ્ટ્રોનોટ જેવી દેખાતી હતી.અમેરિકન ગાયિકા-અભિનેત્રી મેડોનાના દેખાવે પણ ધ્યાન ખેંચ્યું.અભિનેત્રી ટેયાના ટેલરે એક વિશિષ્ટ સિલ્વર ળિન્જ ગાઉન પહેર્યું હતું.ગાયિકા-અભિનેત્રી બેયોન્સે નેક્ડ સ્કેલટન આઉટ ફીટમાં આવી હતી.ગાયિકા રિહાન્નાએ ગ્લેન માર્ટેન્સ દ્વારા ડિઝાઇન કરાયેલા આ વિશિષ્ટ મેઇસન માર્ગીલા આર્ટિસનલ લુકમાં રેડ કાર્પેટ પર આવી હતી.કિમ કાર્દાશિયનનો આઉટફિટ ચામડાના કારીગરો સાથે અનોખા સહયોગથી ડિઝાઇન કરવામાં આવ્યો હતો.અમેરિકન રેપર-ગાયિકા ડોએચ ના પોશાકે બધાનું ધ્યાન ખેંચ્યું. તે બર્ગન્ડી કસ્ટમ પોશાકમાં રેડ કાર્પેટ પર આવી હતી. અમેરિકન ગાયિકા-અભિનેત્રી સબરીના કાર્પેન્ટરે કસ્ટમ ક્રિશ્ચિયન ડાયોર ગાઉન પહેર્યાે હતો.ગાયિકા-રેપર અને અભિનેત્રી જેનેલ મોનેએ એક અનોખો ગાઉન પહેર્યાે હતો જે પ્રકૃતિ અને ટેકનોલોજીનું મિશ્રણ હતું. આ વખતે હેઈદી ક્લુમ એક જીવંત પ્રતિમા તરીકે રેડ કાર્પેટ પર ચાલ્યા. આ ઉપરાંત કરણ જાેહરે આ વર્ષે મેટ ગાલામાં ડેબ્યૂ કર્યું, તેના મિત્ર મનીષ મલ્હોત્રાના કલેક્શનમાંથી એક આઉટફિટ પહેરીને એન્ટ્રી કરી.તેણે પોતાના પોશાક દ્વારા રાજા રવિ વર્માના વારસાને દર્શાવ્યો હતો. ‘ફ્રેમ્ડ ઇન એટરનિટી’ શીર્ષકવાળા આ પોશાકમાં, ૫૩ વર્ષીય જાેહરે એક સ્ટ્રક્ચર્ડ, પાવર-શોલ્ડર્ડ વિન્ટેજ જેકેટ પહેર્યું હતું, જેના ઉપર હાથથી પેઇન્ટેડ કેપ હતો જે લગભગ છ ફૂટ લાંબો હતો. આ કેપમાં જટિલ કારીગરી હતી, જે ૮૦થી વધુ કારીગરોની ટીમ દ્વારા ૮૫ દિવસમાં બનાવવામાં આવી હતી.ભારતીય સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સતત બીજા વર્ષે મેટ ગાલા રેડ કાર્પેટ પર હાજર રહ્યા.આ પોશાકમાં કેપ પર ભરતકામ કરાયેલ કારીગરોના નામ અને હસ્તાક્ષરો લખેલા હતા. આ ડિઝાઇનમાં મુંબઈ શહેરની ઝલક જાેવા મળે છે.





