
ધમાલ ફ્રેન્ચાઇઝીની ચોથી ફિલ્મ ૧૦ જુલાઈએ રિલીઝ થશે.અજય દેવગન, રિતેશ દેશમુખ અને અર્શદ વારસીની ગેંગ ખજાનાની શોધ કરશે.‘ધમાલ ૪’માં અજય દેવગન, અર્શદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી અને સંજય મિશ્રા મુખ્ય ભૂમિકાઓમાં જાેવા મળશે.કેટલીક બહુ રાહ જાેવાતી ફિલ્મોમાંથી એક ધમાલ ૪નું ટ્રેલર આખરે લોંચ થઈ ગયું છે, જેમાં એડવેન્ચર થીમની સમગ્ર કાસ્ટની ઝલક પણ મળે છે. આ ફિલ્મ ૧૦ જુલાઈએ રિલીઝ થવાની છે, હવે આ જાણીતી ગેંગ મુંઝવણ, સ્પર્ધા અને જાેખમી એડવેન્ચરની ગડબડ સાથે ખજાનાની શોધમાં નીકળશે.મુંબઇના એક એડવેન્ચર થીમ પાર્કમાં આ ટ્રેલર લોંચ કરવામાં આવ્યું હતું. જ્યાં ઇવેન્ટના સ્થળને પણ એડવેન્ચરસ લાર્જર ધેન લાઇફ સેટ તૈયાર કરાયો હતો. જેમાં ફરી એક વખત ધમાલ સિરીઝ માટે ઉત્સુકતા વધારવાના હેતુથી આ રીતે ટ્રેલર લોંચ કરવામાં આવ્યું હતું.ટ્રેલરમાં ફિલ્મની વાર્તાની ઘણી મહત્વની બાબતોને ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ તે હરિફાઈ, લાલચ અને નસીબની આસપાસ ગૂંથાયેલી ફિલ્મની ઝલક આપે છે. ખજાનાની શોધમાં નીકળેલા દરેક પાત્ર એકબીજાને પાછળ પાડવાનો પ્રયાસ કરતા જાેવા મળે છે. અંતે ખજાનો કોના હાથ લાગે છે અને કોણ સફળ થાય છે, તેનો રહસ્ય ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખુલશે.‘ધમાલ ૪’માં અજય દેવગન, અર્શદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી અને સંજય મિશ્રા મુખ્ય ભૂમિકાઓમાં જાેવા મળશે. ઉપરાંત ફિલ્મમાં ઈશા ગુપ્તા, સંજીદા શેખ, અંજલી આનંદ, ઉપેન્દ્ર લિમયે, વિજય પટકર અને રવિ કિશન પણ મહત્વના પાત્રોમાં છે. વર્ષાે દરમિયાન ‘ધમાલ’ ળેન્ચાઇઝીએ પોતાની સ્લેપસ્ટિક કોમેડી, અનોખા પાત્રો અને મલ્ટી-સ્ટારર સ્ટોરી દ્વારા મજબૂત ચાહકવર્ગ ઊભો કર્યાે છે. ફ્રેન્ચાઇઝીની નવી ફિલ્મ પણ આ જ ફોર્મ્યુલાને આગળ વધારતી જાેવા મળે છે, પરંતુ આ વખતે તેની વાર્તા એક રોમાંચક ખજાનાની શોધ પર આધારિત છે. ટ્રેલર રિલીઝ થયા બાદ ‘ધમાલ ૪’ જુલાઈ ૨૦૨૬ની સૌથી મોટી બોલિવૂડ રિલીઝમાંની એક બની ગઈ છે.





