
ટોક્સિક – એ ફેઇરી ટેલ ફોર ગ્રોન અપ્સ એવી ફિલ્મ છે જેની કલ્પના અમે અમે વૈશ્વિક દર્શકો માટે બનાવવાના વિઝન સાથે કરી હતી
લાંબા સમયથી ચર્ચા અને આતુરતા હતી કે યશની ‘ટોક્સિક’ અને રણવીરની ‘ધુરંધર ૨’ વચ્ચે ઇદ દરમિયાન બોક્સ ઓફિસ પર મોટી ટક્કર થશે. પરંતુ હવે એવા અહેવાલો છે કે યશની ‘ટોક્સિક – એ ફેઇરી ટેલ ફોર ગ્રોન અપ્સ’ને ૪ જૂન સુધી પાછી ઠેલવામાં આવી છે. તેનો અર્થ એ છે કે ‘ધુરંધર: ધ રિવેન્જ’ હવે ૧૯ માર્ચે સોલો રિલીઝ થશે.આ અંગે ટોક્સિકના નિર્માતાઓ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ કેવીએન પ્રોડક્શન્સ અને મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ દ્વારા આજે એક્શન-ડ્રામા ફિલ્મ ટોક્સિક – એ ફેઇરી ટેલ ફોર ગ્રોન અપ્સની ગ્લોબલ થિયેટ્રિકલ રિલીઝને વ્યૂહાત્મક રીતે રી-શીડ્યુલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ અગાઉ ૧૯ માર્ચ ૨૦૨૬એ વિશ્વભરમાં રિલીઝ થવાની હતી,
પરંતુ મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અનિશ્ચિત પરિસ્થિતિ અને વધતા તણાવને કારણે હવે ફિલ્મની રિલીઝ ૪ જૂન ૨૦૨૬ એ રાખવામાં આવી છે.”નિવેદનમાં આગળ કહેવાયું, “તેમના એક મુખ્ય ડિસ્ટ્રિબ્યુશન પાર્ટનર ફાર્સ ફિલ્મ્સની સલાહ અનુસાર આ ર્નિણય લેવામાં આવ્યો છે. નિર્માતાઓ ૮ માર્ચે બેંગલુરુમાં દેશભરના મીડિયા સાથે ફિલ્મનું ભવ્ય ટ્રેલર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા હતા, તે સ્થિતિમાં આ જાહેરાત આવી છે. ફિલ્મના અંતિમ પ્રમોશનલ શીડ્યુલ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. ફિલ્મનું પ્રથમ સિંગલ ‘તબાહી’ ૨ માર્ચે રિલીઝ થવાની તૈયારી હતી, છતાં નિર્માતાઓએ મ્યુઝિક વિડિયો અટકાવીને પ્રમોશનને થોડા સમય માટે સ્થગિત કરવાનો ર્નિણય લીધો છે.”નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું, “ટોક્સિક – એ ફેઇરી ટેલ ફોર ગ્રોન અપ્સ એવી ફિલ્મ છે જેની કલ્પના અમે અમે વૈશ્વિક દર્શકો માટે બનાવવાના વિઝન સાથે કરી હતી. કન્નડ અને અંગ્રેજીમાં ફિલ્માવવામાં આવેલી આ ફિલ્મ ઘરઆંગણે તેમજ વિશ્વભરના દર્શકો સાથે જાેડાવાની ક્ષમતા સાથે તૈયાર કરવામાં આવી છે. ઘણા વર્ષાેની મહેનત પછી અમે ૧૯ માર્ચે આ ફિલ્મ રિલીઝ કરવા ઉત્સુક હતા. પરંતુ હાલની અનિશ્ચિત પરિસ્થિતિ, ખાસ કરીને મધ્ય પૂર્વમાં, અમારા સૌથી વિશાળ દર્શકવર્ગ સુધી પહોંચવાની યોજનાને અસર કરી રહી છે.
તેથી અમારા ભાગીદારો અને દર્શકોના હિતમાં અમે રિલીઝ ડેટ બદલવાનો મુશ્કેલ પરંતુ વિચારપૂર્વકનો ર્નિણય લીધો છે. અમે તમારી સમજણ અને સહનશીલતા બદલ આભાર માનીએ છીએ અને આગળ પણ તમારો પ્રેમ અને સહકાર મળતો રહેશે તેવી આશા રાખીએ છીએ.”સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, ટોક્સિક પાસે UAE-GCC વિસ્તારમાંથી ૪૦-૫૦ કરોડ અથવા તેથી વધુ કમાણી કરવાની સંભાવના છે. એક્ઝિબિટર્સ ધુરંધર અને ટોક્સિક વચ્ચેના ક્લેશને લઈને ચિંતિત હતા. પરંતુ હવે તેઓ રાહતનો શ્વાસ લઈ શકે છે.પરંતુ હવે યશની ટક્કર વરુણ ધવન સાથે થશે, વરુણની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ ફિલ્મ ૫ જૂને રિલીઝ થવાની છે, એટલે ટોક્સિક અને હૈ જવાની તો..એક જ ઓપનિંગ વીકએન્ડ શેર કરશે, જેના કારણે ટ્રેડ સર્કલમાં ચર્ચા શરૂ થઈ છે કે બોક્સ ઓફિસ પર યશ અને વરુણ ધવન વચ્ચે ટક્કર જાેવા મળી શકે છે.




