
મનપા એ ૨ શાળાઓને મર્જ કરવાની ફરજ પડી છે અમદાવાદ શહેરમાં મનપા સંચાલિત ૯૩ શાળાને લાગ્યા તાળા છેલ્લા ૫ વર્ષમાં પડી હોય તો ૨૦ જેટલી શાળાઓ એવી છે કે જેને છેલ્લા ૫ વર્ષમાં મર્જ કરવાની ફરજ પડી હોય
વિધાર્થીઓની સંખ્યા મનપા સંચાલિત શાળામાં વધી રહી છે ત્યારે હકીકત સામે આવી છે કે, જેનાથી અવાક બની જશો કારણ કે શહેરમાં ૪૦૦ પૈકી ૯૩ શાળાને તાળા લાગી ગયા છે અને હવે એ શાળામાં મનપા આંગણવાડી શરુ કરી ૧૦૦ કરોડનો ફાયદો મેળવશે, આમ અલગ અલગ કારણોસર મનપા સંચાલિત ૯૩ શાળા બંધ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે ચેડાં કરવામાં આવ્યા છે.
એક વકીલ દ્વારા ઇ્ૈં કરવામાં આવી ત્યારે આ વાતનો ખુલાસો થયો છે કે ૯૩ જેટલી શાળા બંધ કરી દેવામાં આવી છે, જેમાં મોટા ભાગની શાળાઓ મધ્ય ઝોન એટલે કે જુના અમદાવાદમાં આવેલી શાળાઓ છે, એક તરફ મહાનગર પાલિકા છેલ્લા ૫ વર્ષથી એવો દાવો કરતુ આવ્યું છે કે, શહેરમાં મનપા સંચાલિત શાળાઓમાં એડમિશન વધી રહ્યા છે પરંતુ ૧૦ વધારે શાળાઓ એવી છે કે જેને બંધ કરવાની ફરજ છેલ્લા ૫ વર્ષમાં પડી હોય તો ૨૦ જેટલી શાળાઓ એવી છે કે જેને છેલ્લા ૫ વર્ષમાં મર્જ કરવાની ફરજ પડી હોય.જેમાં કારણ આપવામાં આવ્યું છે કે, કા તો મકાન જર્જરિત હતું અથવા તો શાળામાં સંખ્યા ઓછી હોવાના કારણે ૨ શાળાને મર્જ કરવાની ફરજ પડી હોય તો મોટા ભાગની શાળામાં ભાડાના મકાન હતા અને જર્જરિત હોવાના કારણે બંધ કરવામાં આવ્યા હોય તો ૫૦ ટકા સ્કૂલ એવી છે જેમાં સંખ્યા સરકારના નિયમ મુજબ ના હોવાના કારણે બંધ કરવાની ફરજ પડી તો બીજી તરફ મહાનગર પાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કહી રહ્યા છે કે, ૯૩ જેટલી શાળાઓ વર્ષોથી બંધ પડી હતી જેમાં ઘણા મકાનો એવા હતા કે કોઈ સંસ્થા દ્વારા મનપાને શાળા ચલાવવા માટે દાનમાં આપવામાં આવ્યા હોય.
જે ઘણા વર્ષોથી શાળા ચાલતી હતી પરંતુ એ મકાનો બંધ છે હવે એ તમામ જગ્યા પર મહાનગર પાલિકા દ્વારા આંગણવાડી ચલાવવામાં આવશે સરકાર ઘણી જગ્યાઓ પર ભાડાના મકાનમાં આંગણવાડી ચલાવે છે તેના ભાડા પેટે અથવા તો કેટલાક વિસ્તારમાં આંગણવાડી નથી તો એવા સ્થળો પર આંગણવાડી બનાવવા માટે ખર્ચ કરવો પડતો હોય ત્યારે આ મકાનોને રિનોવેટ કરી ત્યાં જ આંગણવાડી ચાલુ કરવામાં આવશે જેથી મનપા ને આશરે ૧૦૦ કરોડથી વધુનો ફાયદો થશે, એક તરફ સ્માર્ટ સ્કૂલો વધારવા માટે વાતો કરવામાં આવે છે બીજી તરફ સરકારી સ્કૂલો સતત ઘટી રહી છે તો મહાનગર પાલિકા સંચાલિત સ્કૂલોમાં સંખ્યા સતત વધી રહી છે ત્યારે મહાનગર પાલિકા દ્વારા સ્કૂલોની સંખ્યામાં વધારો કરવો જરૂરી બની ગયું છે ભલે મનપાના બંધ પડેલા મકાનોમાં આંગણવાડી ચલાવવામાં આવે પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે પણ જરૂરી છે.




