
ભ્રષ્ટ ભાજપ દ્વારા સુરેન્દ્રનગરમાં નગરપાલિકાના ભ્રષ્ટાચાર સામે લડી રહેલા આમ આદમી પાર્ટીના સિનિયર નેતા કમલેશ કોટેચા સહિત નેતાઓ પર ખોટી ફરિયાદ દાખલ કરીને જેલમાં ધકેલી દેવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો લોકોના અધિકારો માટે જેલ જવા પણ તૈયાર હોય, આજે મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં પોલીસ સ્ટેશન પહોંચીને સાબિત કરી દીધું કે અમે તમારી જેલથી ડરતા નથી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા કમલેશ કોટેચાએ જણાવ્યું હતું કે, મુખ્ય બાબત એ છે કે સુરેન્દ્રનગરના રહેવાસીઓને રોડ રસ્તા લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ મુદ્દે અનેક સમસ્યાઓ છે અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરોડોનું ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. ભ્રષ્ટાચારને આમ આદમી પાર્ટીએ ખુલ્લો પાડ્યો છે અને લોકોને જાગૃત કર્યા છે. એના કારણે લોકો આમ આદમી પાર્ટીને સહકાર આપી રહ્યા છે અને લોકોને ઉત્સાહ છે કે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટી અને કામની રાજનીતિને લોકો સમર્થન આપશે. અને આ જાણે બાદ ભાજપના આગેવાનો, ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પેટમાં તેલ રેડાયું છે. જેના કારણે ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓને દબાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
આમ આદમી પાર્ટીના નેતા કમલેશ કોટેચાએ વધુમાં જણાવ્યું હતું કે, દુર્ભાગ્યવશ હાલ પોલીસને આગળ કરવામાં આવી રહી છે પરંતુ અમે પોલીસથી ડરવાના નથી. અમે ભ્રષ્ટ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો સામે લડી લેવાના છીએ અને ગરીબ, પીડિત, દલિત, શોષિત સહિત તમામ વર્ગના લોકો માટે અમે લડી લેવાના છીએ. તો આમ આદમી પાર્ટીને રોકવા માટે અમારા પર ખોટા કેસ કરવામાં આવ્યા છે પરંતુ અમે કટ્ટર ઈમાનદાર છીએ માટે અમે સામાન્ય લોકોની પ્રાથમિક સુખ સુવિધાઓ અને મુદ્દાઓને લઈને અમારી લડત ચાલુ રાખીશું. હાલ હું પોતે અને મારી સાથે બીજા આમ આદમી પાર્ટીના આગેવાન દીપકભાઈ, કૃણાલભાઈ, અતુલભાઇ પોલીસ સ્ટેશન ખાતે પોતાનું નિવેદન આપવા માટે આવ્યા છીએ અને અમારી સાથે સ્થાનિક તથા જિલ્લાના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. અમે શાંતિપૂર્ણ રીતે અને કાયદાને કોઈ પણ પ્રકારનું અડચણ ન થાય તે પ્રકારે નિવેદન આપીશું.





