
આમ આદમી પાર્ટીના યુવા નેતા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનોને યોગ્ય વેતન નથી મળતું તેને લઈને તેઓ વર્ષોથી માંગણીઓ કરી રહ્યા છે. આ માંગણીઓ મુદ્દે તેમને ત્રણ દિવસની હડતાલ કરી અને ત્યારબાદ તેમણે ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતની તમામ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોની આ માંગણીઓ અને તેમના આંદોલનને આમ આદમી પાર્ટી પોતાનું પૂરું સમર્થન આપે છે. ભૂતકાળમાં પણ અમે ગુજરાતની આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનો માટે અનેક લડાઈઓ લડી છે, ભવિષ્યમાં પણ આ બહેનો માટે જે પણ લડાઈ લડવી પડશે તે અમે લડીશું. સરકાર તેમની માંગણીઓનો નિકાલ લાવે એવી અમારી માંગ છે. આંગણવાડી અને આશા વર્કર બહેનોની આ લડાઈમાં આમ આદમી પાર્ટીના તમામ નેતાઓનો ટેકો છે.




