લગ્ન-તીર્થયાત્રાના જૂથોને રાહત રેલવેમાં ગ્રુપ બુકિંગના નિયમોમાં ફેરફાર: બર્થની મહત્તમ મર્યાદા દૂર દક્ષિણ પશ્ચિમ રેલવેના ર્નિણયથી ચીફ રિઝર્વેશન સુપરવાઈઝર અને સ્ટેશન મેનેજરને મંજૂરીની સત્તા લગ્ન, જાન, તીર્થયાત્રા, શૈક્ષણિક પ્રવાસ, ખેલકૂદ ટીમ કે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે મોટી સંખ્યામાં સાથે મુસાફરી કરતા લોકો માટે રાહતના સમાચાર છે. દક્ષિણ પશ્ચિમ રેલવેએ બલ્ક અને ગ્રુપ રિઝર્વેશનના નિયમોમાં ફેરફાર કરીને એકસાથે બુક કરાવી શકાતી બર્થની નિશ્ચિત મહત્તમ સંખ્યાની મર્યાદા હટાવી દીધી છે. આ બદલાવથી જરૂરિયાત મુજબ મોટા જૂથો પણ એકસાથે ટિકિટ માટે અરજી કરી શકશે, જાેકે તે માટે રેલવેની નિયત પ્રક્રિયા અને શરતોનું પાલન કરવું ફરજિયાત રહેશે. અગાઉ મુસાફરોની સંખ્યાના આધારે અલગ-અલગ અધિકારીઓ પાસે મંજૂરીની સત્તા હતી, પરંતુ હવે ચીફ રિઝર્વેશન સુપરવાઈઝર અને સ્ટેશન મેનેજરને અરજી અને મુસાફરીની જરૂરિયાત ચકાસીને ગ્રુપ બુકિંગ મંજૂર કરવાનો અધિકાર અપાયો છે. આ સુવિધા ટ્રેનના તમામ ક્લાસમાં લાગુ પડશે અને તેમાં કન્ફર્મ, RAC તેમજ વેઈટિંગ લિસ્ટવાળી ટિકિટો માટે પણ પરવાનગી મળી શકે છે. જાેકે, મર્યાદા દૂર થવાનો અર્થ એ નથી કે દરેક અરજી આપોઆપ મંજૂર થશે; અધિકારીઓની ચકાસણી બાદ જ ર્નિણય લેવાશે.
રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે આ વ્યવસ્થાનો ઉપયોગ માત્ર ખરેખર ગ્રુપમાં મુસાફરી કરવા ઇચ્છતા લોકોની સુવિધા માટે છે, સીટ કે બર્થ બ્લોક કરવા અથવા અંગત લાભ માટે મોટી સંખ્યામાં ટિકિટ બુક કરવા માટે નહીં. ગ્રુપ બુકિંગની અરજીઓ મુખ્ય રિઝર્વેશન સેન્ટરોમાં સવારે ૯ વાગ્યાથી સ્વીકારાશે, જે સામાન્ય એડવાન્સ રિઝર્વેશન શરૂ થયાના એક કલાક બાદ શરૂ થશે. અરજદારે સંબંધિત અધિકારીને રૂબરૂ અરજી આપવાની રહેશે; સામાન્ય રીતે ટ્રાવેલ એજન્ટ દ્વારા અરજી માન્ય રહેશે નહીં, જાેકે વિદેશી પ્રવાસીઓ અને NRI માટે અગાઉના નિયમો મુજબ છૂટછાટ રહેશે. પરત મુસાફરી માટે પણ એ જ કચેરીમાં અરજી કરી શકાશે, પરંતુ તેને અલગ બુકિંગ ગણવામાં આવશે.




