નાનકડી માલતીના સંસ્કાર જાેઈ ચાહકો ખુશ પ્રિયંકા ચોપરાની દીકરી માલતીએ ગાયત્રી મંત્ર ગાઈ સોશિયલ મીડિયા પર સૌનું દિલ જીત્યું માતાના ખોળામાં બેસીને માલતીએ મીઠા અવાજે મંત્રોચ્ચાર કર્યાે, વેકેશનનો વીડિયો વાયરલ થયો પ્રિયંકા ચોપરાની ૪ વર્ષની દીકરી માલતીએ ગાયત્રી મંત્ર ગાઈ જીત્યું ચાહકોનું દિલ, વીડિયો થયો વાયરલ. બોલીવુડથી હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજકાલ પોતાના પરિવાર સાથે વિતાવેલી ખાસ પળોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં તેણે વેકેશનની કેટલીક તસવીરો અને એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યાે છે, જેમાં તેની ૪ વર્ષની દીકરી માલતી મેરી ખૂબ જ નિર્દાેષ અને મીઠા અવાજે ગાયત્રી મંત્રનો જાપ કરતી જાેવા મળે છે. માલતીના આ અંદાજે ચાહકોનું દિલ જીતી લીધું છે અને વીડિયો પર પ્રેમભર્યા પ્રતિભાવોનો વરસાદ થઈ રહ્યો છે.બોલીવુડથી હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજકાલ પોતાના પરિવાર સાથે વિતાવેલી ખાસ પળોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં તેણે વેકેશનની કેટલીક તસવીરો અને એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યાે છે, જેમાં તેની ૪ વર્ષની દીકરી માલતી મેરી ખૂબ જ નિર્દાેષ અને મીઠા અવાજે ગાયત્રી મંત્રનો જાપ કરતી જાેવા મળે છે. માલતીના આ અંદાજે ચાહકોનું દિલ જીતી લીધું છે અને વીડિયો પર પ્રેમભર્યા પ્રતિભાવોનો વરસાદ થઈ રહ્યો છે.પ્રિયંકાની દીકરી માલતીએ ગાયત્રી મંત્રના જાપથી મોહી લીધા ચાહકોપ્રિયંકા ચોપરાએ પરિવાર સાથે વેકેશન માણતી કેટલીક યાદગાર તસવીરો અને વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. આ પોસ્ટમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે તેની નાનકડી દીકરી માલતી મેરીનો વીડિયો. વીડિયોમાં માલતી તેની માતાના ખોળામાં બેસીને ઘરના પૂજાસ્થળ સામે ગાયત્રી મંત્રનું પઠન કરતી જાેવા મળે છે. માલતી મીઠા અવાજે મંત્રની શરૂઆત “ૐ ભૂર્ભુવ: સ્વ:” થી કરે છે. તેની નાની ઉંમરે આટલી સુંદર રીતે મંત્ર બોલતી સાંભળીને ચાહકો ખુશ થઈ ગયા છે. આ વીડિયોમાં માતા અને દીકરી વચ્ચેની આત્મીયતા પણ સ્પષ્ટ જાેવા મળે છે. ક્લિપના અંતે પ્રિયંકા આ પળને ખૂબ જ સુંદર ગણાવતી જાેવા મળે છે.વેકેશનની તસવીરોમાં જાેવા મળ્યો પરિવારનો પ્રેમપ્રિયંકાએ માત્ર મંત્રોચ્ચારનો વીડિયો જ નહીં, પરંતુ પરિવાર સાથે વિતાવેલા વેકેશનની કેટલીક ખાસ તસવીરો પણ શેર કરી છે. એક તસવીરમાં તે માલતી સાથે કેમેરા સામે પોઝ આપતી જાેવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં બંને બીચ પર મસ્તી કરતાં નજરે પડે છે.માલતી દરિયાકિનારે રેતીમાંથી પોતાની નાનકડી કલાકૃતિઓ બનાવતી પણ જાેવા મળે છે. આ તસવીરોમાં બાળપણની મસ્તી, માતા-દીકરીનો પ્રેમ અને પરિવાર સાથે વિતાવેલી નિરાંતની પળોનો સુંદર સમન્વય જાેવા મળે છે.આ વેકેશનની તસવીરોમાં પ્રિયંકાની માતા મધુ ચોપરા પણ જાેવા મળે છે. એક તસવીરમાં તેઓ દરિયાકિનારે આરામથી સમય પસાર કરતાં નજરે પડે છે. પરિવારના સભ્યો સાથેની આ તસવીરો દર્શાવે છે કે વ્યસ્ત જીવન અને કામની વચ્ચે પ્રિયંકા પરિવાર માટે સમય કાઢીને ખાસ પળોને માણી રહી છે.પોસ્ટ શેર કરતી વખતે પ્રિયંકાએ લખ્યું કે, તે હાલમાં ખૂબ વ્યસ્ત છે, પરંતુ એક સુંદર જગ્યાએ સમય પસાર કરી રહી છે. સાથે જ તેણે #Bluefly અને “Sound on” લખીને લોકોને વીડિયોનો અવાજ ચાલુ રાખીને સાંભળવા સૂચવ્યું છે.માલતીનો ગાયત્રી મંત્રનો વીડિયો સામે આવ્યા બાદ ચાહકો તેના પર દિલ અને પ્રેમ દર્શાવતા ઇમોજીથી પ્રતિક્રિયા આપી રહ્યા છે. નાનકડી બાળકીના મંત્રોચ્ચારની આ નિર્દાેષ ક્ષણે સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચ્યું છે.




