
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાતના ડેપ્યુટી સી.એમ હર્ષ સંઘવી એક બાજુ વ્યાજ ખોરોની ખો ભૂલાવી વ્યાજે નાણાં લેનાર જરૂરિયાત મંદોને મદદરૂપ બની રહ્યા છે. ત્યારે દિવા નીચે અંધારું એમ એમની જ એટલેકે હર્ષ સંઘવીની BJP પાર્ટીના વોર્ડ નં.૧૯ ડુંભાલ-આંજણા ના સીટિંગ કોર્પોરેટર વિજય ચૌમાલ અને એના ભાગીદાર હરીશ ક્રષ્નાજી ચૌધરી વિરુધ્ધ ફરિયાદી રણછોડભાઈ દેવાસી એ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં તા.૨૪/૦૧/૨૦૨૬ ના રોજ આપેલ ફરિયાદ માં જણાવ્યા મુજબ ફરિયાદી ને ધંધામાં ૧૫ લાખ રૂપિયાની જરૂર હોવાથી કોર્પોરેટર વિજય ચૌમાલ ને એ અંગે વાત કરતાં કોર્પોરેટર વિજય ચૌમાલ અને એના ભાગીદાર હરીશ ક્રષ્નાજી ચૌધરી એ મળીને ફરિયાદી રણછોડભાઈ દેવાસી ને ૭% ( સાત ટકા) ના ઊંચા વ્યાજે અનુક્રમે તા.૧૮/૦૪/૨૦૨૨ ના રોજ રૂપિયા ૨ (બે) લાખ RTGS થી ફરિયાદીના ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ તા.૨૦/૦૪/૨૦૨૨ ના રોજ રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- (દસ લાખ) ત્યારબાદ તા.૦૩/૦૬/૨૦૨૨ ના બે ચેક રૂપિયા ૧,૭૦,૦૦૦/- અને રૂપિયા ૧,૩૦,૦૦૦/- ના આપેલ. આમ વિજય ચૌમાલ અને એના ભાગીદારે ફરિયાદી રણછોડભાઈ તેમજ તેમની પત્નીના ખાતામાં ટુકડે-ટુકડે જમા કરાવીને દર માસે ૭% (સાત ટકા) ઊંચા વ્યાજના હિસાબે દર માસે રૂપિયા ૧,૦૫,૦૦૦/- વ્યાજ પેટે ફરિયાદીએ ચૂકવવાના રહેશે. એવી રીતે રૂપિયા ૧૫,૦૦,૦૦૦/- વિજય અને એના ભાગીદારે ફરિયાદીને ધંધામાં રકમ આપી હતી.
ત્યારબાદ ફરિયાદી રણછોડભાઈ દેવાસીએ રૂપિયા ૧૫ લાખની સામે કુલે રૂપિયા પચ્ચીસ લાખ બોત્તેર હજાર ની ચુકવણી કર્યા બાદ પણ વિજય ચૌમાલની પઠાણી ઉઘરાણી ચાલુ રહેતા તેમજ વિજય ચૌમાલ કોર્પોરેટરના નાતે ફરિયાદીને ખુલ્લી દાદાગીરી અને ધાકધમકી ભર્યા ફોન વારંવાર કરતો હોવાથી ફરિયાદી આખરે કંટાળીને આત્મહત્યા કરવા મજબૂર બનેલ છે. એ પ્રમાણેના ઓડિયો ફરતા થતાં જ ભાજપમાં ભૂકંપના આંચકા શરૂ થઈ ગયા છે અને વિજય ચૌમાલની ટિકિટ કપાવવાના એંધાણ બહાર આવી રહયા છે.
ત્યારે આવો એક નજર કરીએ વિજય ચૌમાલના ખરડાયેલા ભૂતકાળ ઉપર એમ કહેવાય છે કે આજથી દસ વર્ષ પહેલા ખખડધજ હોન્ડા લઈને ખભે ઝોલો નાંખી લધર વધર કપડાં પહેરી ફરનારો આ વિજય ચૌમાલ આજે એકાએક કરોડોનો માલિક કેવી રીતે બની ગયો? એ પણ ગંભીર તપાસનો વિષય છે. આ એકાએક કરોડોનો માલિક બની ગયેલો વિજય ચૌમાલ હવે ગેરકાનૂની રીતે ઊંચા વ્યાજે નાણાં આપતો હોવાની ઉપરોકત ફરિયાદમા તમામ વિગતો ફરિયાદી એ સલાબતપુરા પોલીસમા લેખિત આપી છે ત્યારે ડેપ્યુટી સી.એમ હર્ષ સંઘવી એ વ્યાજ ખોરો વિરુધ્ધ ચલાવેલી ઝુંબેશ શું વિજય ચૌમાલ વિરુધ્ધ પણ ચાલુ રાખી સૌનો સાથ સૌનો વિશ્વાસ એ સૂત્ર ને સાર્થક કરશે? કે પછી વિજય ચૌમાલ ના ગોડફાધર એવા RSS ના મોટા માથાઓની શરમમા આવી કુલડીમા ગોળ ભાંગશે?
આ વિજય ચૌમાલને RSS ના ગોડ ફાધર ટિકિટની ભલામણથી લઈને પોલીસ સ્ટેશનોમા પણ વિજય ચૌમાલનો બચાવ કરવા ઉતરી પડે છે. ત્યારે હવે જોવાનું એ છે કે ફરિયાદી રણછોડભાઈ દેવાસી ના કેસમા વિજય ચૌમાલ અને ભાગીદાર વિરુધ્ધ પોલીસ શું કાર્યવાહી કરે છે? એજ જોવું રહ્યું. સુરત વોર્ડ નં.૧૯ ના કોર્પોરેટર વિજય ચૌમાલના આવા અનેક કાળા કરતૂતોની વધુ જન્મકુંડળી માટે વાંચતાં રહો.





