સાઈ પલ્લવીએ મલયાલમ વિવાદ પર તોડ્યું મૌન ‘અમરન’માં તૂટીફૂટી મલયાલમ બોલવા બદલ થયેલી ટીકાનો સાઈએ આપ્યો જવાબ અભિનેત્રીએ ખુલાસો કર્યાે કે દિગ્દર્શક રાજકુમાર પેરિયાસામીના કહેવાથી પાત્રે આવી મલયાલમ બોલી હતી ૨૦૨૪માં આવેલી ફિલ્મ ‘અમરન’માં તૂટી-ફુટી મલયાલમ બોલવા બદલ સાઈ પલ્લવીની ટીકા થઈ હતી. બે વર્ષ બાદ તેણે આ અંગે ખુલાસો કર્યાે છે. પોતાની આગામી ફિલ્મ ‘ઓમ’ના પ્રમોશન માટે કોચી પહોંચેલી સાઈએ કહ્યું કે ફિલ્મમાં આવી મલયાલમ બોલવાનું સૂચન દિગ્દર્શક રાજકુમાર પેરિયાસામીએ કર્યું હતું.સાઈએ જણાવ્યું કે શૂટિંગના પહેલા જ દિવસે તેણે મલયાલમ શીખ્યા બાદ જ સીન શૂટ કરવાની બતાવી હતી. જાેકે, દિગ્દર્શક ઇચ્છતા હતા કે તેનું પાત્ર તૂટી-ફુટી મલયાલમ બોલે. તેમના મતે, અન્ય રાજ્યમાંથી આવેલી યુવતી મોટી તકલીફનો સામનો કરી રહી છે અને તેની ભાષામાં દેખાતી મુશ્કેલીથી દર્શકો તેની પીડા વધુ સારી રીતે સમજી શકશે. સાઈએ કહ્યું કે તેને આશા હતી કે મલયાલી દર્શકો તેના અભિનયને પસંદ કરશે, પરંતુ ભાષાને કારણે ટીકા થઈ. તેણે સ્પષ્ટ કર્યું કે કોઈની લાગણી દુભાવવાનો ફિલ્મનો ઇરાદો નહોતો અને દર્શકોએ ફિલ્મને જે પ્રેમ આપ્યો તે બદલ આભાર માન્યો હતો.‘અમરન’માં સાઈએ મેજર મુકુંદ વરદરાજનની પત્ની ઇન્દુની ભૂમિકા ભજવી હતી, જ્યારે શિવકાર્તિકેયને મેજરનું પાત્ર ભજવ્યું હતું. કમલ હસન નિર્મિત આ ફિલ્મે વિશ્વભરમાં ૩૩૩ કરોડની કમાણી કરી હતી. સાઈ ફરી રાજકુમાર સાથે ‘ઓમ’માં કામ કરી રહી છે. ધનુષ, મમ્મુટ્ટી અને શ્રીલીલાની આ ફિલ્મ ૨૦ નવેમ્બરે રિલીઝ થશે.




