
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરતના કાપડ બજાર થી લઈ રાજકારણ અને સામાજિક ક્ષેત્રે જાણીતું નામ એટલે અશોક જીરાવાલા. જેઓ હાલમાં જ સર્વાનુમતે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ(SGCCI)ના પ્રમુખ નિયુક્તિ પામતા કાપડ બજાર સહિત એમના મિત્ર વર્તુળોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
હવે એક નજર કરીએ ચેમ્બર ઓફ કોમર્સની કામગીરી ઉપર ઉદ્યોગ જગતની સમસ્યાઓ અંગે જાગૃતિ રાખી ઇન્ડસ્ટ્રીઝ ની જાણકારી મેળવી મદદરૂપ બનવું, ઉદ્યોગોમાં ગેસ અંગેની કાર્યવાહી, એક્સપોર્ટ અંગે તેમજ બિઝનેસ વિશે સરકાર સાથે ચર્ચા વિચારણા કરી ભારત સહિતના અન્ય દેશોમાં ઉદ્યોગ જગત બાબતે વિશ્વના ફલક પર નવી નવી આર્થિક નીતિઓની ચર્ચાઓ કરવી,વિગેરે કામગીરી પણ ચેમ્બરે કરવાની હોય છે.
આપણે અહી વાત કરીએ ચેમ્બરના પ્રમુખ પદે વરાયેલા અશોક જીરાવાલા જેમનો મુખ્ય વ્યવસાય ટેક્સટાઇલનો છે. એટલે કે કાપડ બજાર સાથેનો સીધો સંબંધ અને એને કારણે કાપડ બજારના વહેપારીઓમાં પણ સારી છાપ ધરાવતા હસમુખા અને નિખાલસ સ્વભાવથી પણ અશોક જીરાવાલા ઓળખાય છે. આ અશોક જીરાવાલા મૂળ સૌરાષ્ટ્રવાસી એટલે કે કાઠીયાવાડના રહેવાસી એટલે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજમાંથી આવે છે. એમને (અશોકભાઈ) ને સને ૨૦૧૧ માં સુરત શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે રહી સુંદર
કામગીરી પણ કરી સંગઠનને મજબૂત બનાવવામાં અગ્રેસર રહ્યા હતા.એમના અનુભવની જો વાત કરીએ તો ૧૯૮૨ માં સેવા દળના સભ્ય હતા. ૧૯૮૫ માં યુવક કોંગ્રેસના કાર્યકારી પદે પણ રહ્યા હતા. તદ્દપરાંત ૧૯૯૪ થી ૨૦૦૨ સુધી સુરત જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પદે પણ રહી સુંદર કામગીરી કરી હતી.
તેઓ વિવિધ સંગઠનો સાથે હાલમાં પણ જોડાયેલા છે. જેવા કે પ્રમુખ ફેડરેશન ગુજરાત વિવર્સ એસોસિએશન, પ્રમુખ વરાછા, કાપોદ્રા વિવર્સ એસોસિએશન, ટ્રસ્ટી યોગા સ્પોર્ટ્સ અને એડવેન્ચર એસોસિયેશન. હાલની જો વાત કરીએ તો ૨૦૨૫ થી ૨૦૨૬ સુધીમાં તારીખ ૨૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ સી.એમ ભુપેન્દ્ર પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી ઉદ્યોગોમાં ગેસ સપ્લાય અંગેની વાતચીત અને પીએમ મિત્રા પાર્ક અંગેની ચર્ચા વિચારણા, ૨૫ એપ્રિલ ૨૦૨૬ મિડલ ઈસ્ટ ઉપર સ્પીચ આપી અને ન્યુ ગ્લોબલ માર્કેટની વાત કરી.
૩૦ એપ્રિલ ૨૦૨૬ ઇન્ડિયા-UK FTA સેમિનારમાં કહ્યું હતું કે UK માર્કેટમાં સુરત ટેક્સટાઇલને ફાયદો થશે. ૧ સપ્ટેમ્બર ૨૦૨૫ માં ગુજરાત ફાયનાન્સ મંત્રીને મળી GIDC, ITC રિફંડ અને ટેક્ષટાઇલ સબસીડી ની માંગ કરી ઉદ્યોગ જગત ને ધબકતું રાખવાના પ્રયત્નો કરનારા અશોક જીરાવાલાની ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે વરણી થતાં સામાજિક અગ્રણી અને જીરાવલાના ખાસ મિત્ર તેમજ મીડિયા જગત સાથે સંકળાયેલા સામાજિક સંસ્થાના છગનલાલ મેવાડાએ અશોક જીરાવલાને પાઘડી પહેરાવી બુકે આપી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. એ સાથે ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પદે રવિરાજ દેસાઇ, સેક્રેટરી તરીકે પરેશભાઈ લાઠીયા અને ખજાનચી તરીકે અતુલભાઈ પટેલની વરણી કરાતા તમામને છગનલાલ મેવાડા તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.





