
બાળ તસ્કરી કરાતી હોવાનો મામલો સામે આવ્યો.બાળ તસ્કરીનો પર્દાફાશ: નવજાત બાળકને અમદાવાદમાં બે લાખમાં વેચ્યું!.આ ટોળકીમાં અમદાવાદના મોટેરાની ઈન્દ્રનગર સોસાયટીમાં રહેતો પ્રમોદ રાજારામ રાજવંશી મુખ્ય એજન્ટની ભૂમિકા નિભાવતો હતો.સાબરકાંઠા જિલ્લામાંથી બાળ તસ્કરી કરાતી હોવાનો મામલો સામે આવ્યો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમને આ અંગે વિગતો મળતા તપાસ હાથ ધરતા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. જેમાં અંતરિયાળ વિસ્તારમાંથી નવજાત બાળકોની તસ્કરી કરવામાં આવતી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સરહદી વિસ્તારના મેડી ગામના નવજાત બાળકને અમદાવાદમાં પંદરેક દિવસ અગાઉ વેચાણ કરવામાં આવ્યું હતું.
બાળકના વેચાણ થયાની વિગતોને લઈ તપાસ કરતા બાળકને બે લાખ રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યું હતું અને આ માટે કેટલાક શખ્સો તેનું વેચાણ કરતા હોવાને લઈ તપાસ શરૂ કરતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ખેડબ્રહ્માના મટોડા નજીક વોચ રાખીને ટોળકીને એક શખ્સને ઝડપી લેતા આખીય ટોળકી ઝડપાઈ આવી હતી. જેમાં તેઓએ મેડી ગામના બાળકને અમદાવાદમાં બે લાખ રૂપિયામાં વેચાણ કર્યાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત બેથી ત્રણ બાળકો અગાઉ પણ વેચાણ કરેલા હોવાની વિગતો સામે આવી હતી.
નોંધનીય છે કે, આ ટોળકીમાં અમદાવાદના મોટેરાની ઈન્દ્રનગર સોસાયટીમાં રહેતો પ્રમોદ રાજારામ રાજવંશી મુખ્ય એજન્ટની ભૂમિકા નિભાવતો હતો. તે અમદાવાદ શહેરમાં બાળકની જરૂર હોય એવા પરિવારને શોધતો અને તેમની સાથે બાળકની કિંમત નક્કી કરતો હતો. જેને લઈ માલજી રાજસ્થાનના અન્ય બે શખ્સો પાસે નવજાત બાળકોની શોધ ચલાવતો અને તેને મેળવીને તે અમદાવાદમાં વેચાણ માટે આપતો હતો.
નવજાત બાળકોની તસ્કરી કરી લેવામાં આવતી અને તેની પર રૂપિયા રળવામાં આવતા હતા. આ દરમિયાન આ આરોપી અંતરિયાળ વિસ્તારમાં જે પરિવારોને બાળકો વધારે હોય અને છતાં મહિલા ગર્ભવતી હોય તે બાળક તેમને નવજાત જન્મ લીધું હોય તેઓની પર આ ટોળકીના કેટલાક સભ્યોની સતત નજર રહેતી અને તેમને બાળ તસ્કરી માટે પોતાનો શિકાર બનાવતી હતી. આમ આખા રેકેટનો એન્ટી હ્યુમન ટ્રાફિક ટીમે પર્દાફાશ કર્યો છે.





