શરૂ કર્યું આંદોલન! માંડ માંડ મામલો થાળે પડ્યો પાકિસ્તાનની ક્રિકેટ ટીમને શરણાર્થી સમજી બેઠા લોકો ઇંગ્લેન્ડ પ્રવાસે ગયેલી પાકિસ્તાનની અંડર-૧૯ ટીમને પોર્ટ્સમાઉથની મેરિયટ હોટેલમાં શરણાર્થી સમજી લેવાઈ
ઇંગ્લેન્ડ પ્રવાસ પર પાકિસ્તાનની સિનિયર ક્રિકેટ ટીમ ટેસ્ટ શ્રેણીમાં પોતાના નબળા પ્રદર્શનના કારણે ટીકાઓનો સામનો કરી રહી છે, ત્યારે બીજી તરફ તેમની અંડર-૧૯ ટીમને પણ ઇંગ્લેન્ડની ધરતી પર મોટી ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડ અંડર-૧૯ સામે ૧ યુથ ટેસ્ટ અને ૪ યુથ વનડે મેચોની સીરિઝ રમવા પહોંચેલી પાકિસ્તાનની અંડર-૧૯ ટીમને સ્થાનિક લોકોએ શરણાર્થીઓનું જૂથ સમજી લીધું હતું, જેના પગલે ખેલાડીઓ જે હોટેલમાં રોકાયા હતા તેની બહાર પ્રદર્શનકારીઓની ભીડ જમા થઈ ગઈ હતી.
પાકિસ્તાનની અંડર-૧૯ ટીમ પોર્ટ્સમાઉથની મેરિયટ હોટેલમાં રોકાઈ હતી. સ્થાનિક લોકોને એવી અફવા મળી હતી કે હોટેલમાં એવા લોકો આવીને રોકાયા છે જે બ્રિટિશ નથી લાગતા અને સંભવત: શરણાર્થીઓ છે. આ ખોટી માહિતી મળતાં જ વિરોધ પ્રદર્શકોનું એક જૂથ હોટેલની બહાર એકઠું થઈ ગયું હતું.
એક અહેવાલ અનુસાર, રિફોર્મ પાર્ટીના કાઉન્સિલર જ્યોર્જ મેડગ્વિકને આ ઘટનાની જાણ થતાં તેમણે તરત જ હોટેલ મેનેજમેન્ટ અને પાકિસ્તાન અંડર-૧૯ ટીમના સ્ટાફ સાથે ફોન પર સંપર્ક સાધ્યો હતો.
મેડગ્વિકે ટીમના કોચ સાથે સીધી વાત કરીને ખરી હકીકત મેળવી હતી અને ત્યારબાદ હોટેલ બહાર એકત્ર થયેલા દેખાવકારોને સમજાવ્યા હતા કે આ કોઈ શરણાર્થીઓ નથી પરંતુ ક્રિકેટ શ્રેણી રમવા આવેલી પાકિસ્તાનની અધિકૃત જુનિયર ક્રિકેટ ટીમ છે. સાચી માહિતી મળ્યા પછી ભીડ ત્યાંથી વિખેરાઈ ગઈ હતી.
પોર્ટ્સમાઉથની હોટેલ બહાર બનેલી આ ઘટના બાદ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈઝ્રમ્) તરત જ એક્શનમાં આવ્યું છે. ઈઝ્રમ્એ પાકિસ્તાન ટીમના મેનેજમેન્ટ સાથે તાકીદે સંપર્ક કર્યો છે અને સમગ્ર પ્રવાસ દરમિયાન ખેલાડીઓની સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતાપૂર્વક સમીક્ષા હાથ ધરી છે.
પ્રવાસમાં ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન:
યુથ ટેસ્ટ (૨થી ૫ સપ્ટેમ્બર): પાકિસ્તાન અંડર-૧૯ ટીમનો ૧૦ રને પરાજય થયો હતો.
પ્રથમ યુથ વનડે (૯ સપ્ટેમ્બર): પાકિસ્તાનની અંડર-૧૯ ટીમે જાેરદાર વાપસી કરીને ૧૭૭ રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો.
આ સીરિઝનો હવે પછીનો મુકાબલો ૧૨ સપ્ટેમ્બરના રોજ રમાશે.




