આમ આદમી પાર્ટીના દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને ગુજરાતના પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે એક વીડિયો દ્વારા એક ગંભીર મુદ્દે પોતાની વાત મૂકતા જણાવ્યું કે, હમણાં જ જંતર-મંતરથી સમાચાર આવી રહ્યા છે કે દેશના યુવાનોના ભવિષ્યને વધુ સારું બનાવવા માટે છેલ્લા ૨૦ દિવસથી અનશન પર બેઠેલા સોનમ વાંગચુકજીને પોલીસે બળજબરીપૂર્વક ત્યાંથી ઉઠાવી લીધા છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું કે, સૌને આશા હતી કે કદાચ સરકાર તેમની સાથે સંવાદ કરશે. પરંતુ 20 દિવસ પછી પણ સરકારે સંવાદ કરવાના બદલે સત્તાના અહંકારમાં પોલીસના જોરે બળજબરી કરવાનો નિર્ણય લીધો. પરંતુ દેશ જાગી રહ્યો છે, સત્તાના અહંકારમાં ડૂબેલી સરકારની તાનાશાહીને સહન કરવા માટે લોકો હવે તૈયાર નથી. હું આપ સૌને વિનંતી કરું છું કે વધુમાં વધુ સંખ્યામાં જંતર-મંતર પહોંચો અને આ આંદોલનને મજબૂત બનાવો.





