
ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં ૯૫૦ જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક.પોલીસ ભરતી બોર્ડે કુલ ૯૫૦ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, જેમાં આગામી ૯ જાન્યુઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશેગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) એ વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ-૩ ટેકનિકલ કેડર માટે ભરતીની જાહેરાત કરી છે. એન્જિનિયરિંગ સ્નાતકો અને ડિપ્લોમાની લાયકાત ધરાવતા લોકોને ગુજરાત પોલીસમાં જાેડાવાની આ એક સુવર્ણ તક છે. પોલીસ ભરતી બોર્ડે કુલ ૯૫૦ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, જેમાં આગામી ૯ જાન્યુઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશે.
GPRB એ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ), ટેકનિકલ ઓપરેટર અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક સહિતની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં વાયરલેસ વિભાગમાં કુલ ૮૩૦ જગ્યાઓ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં કુલ ૮૦ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે. જેમાં ૯ જાન્યુઆરી, ૨૦૨૬ના બપોરે ૨ વાગ્યાથી ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ની રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધીમાં ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. વાયરલેસ વિભાગ (કુલ: ૮૩૦ જગ્યાઓ)
જાહેરાત ક્રમાંક નં. પોસ્ટનું નામ જગ્યાઓ
GPRB/૨૦૨૫૨૬/૨ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) ૧૭૨
– ટેકનિકલ ઓપરેટર ૬૯૮
કુલ ૮૭૦
મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ (કુલ: ૮૦ જગ્યાઓ)
જાહેરાત ક્રમાંક નં. પોસ્ટનું નામ જગ્યાઓ
GPRB /૨૦૨૫૨૬/૩ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) ૩૫
GPRB/૨૦૨૫૨૬/૪ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-૧) ૪૫
કુલ ૮૦
PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટર
લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી BE/B.Tech (એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી).
– ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન (EC)
– ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન
– ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ
– ઈન્ફર્મેશન ટેકનોલોજી (IT)
– ઈન્ફર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT)
– કમ્પ્યુટર એન્જિનિયરિંગ / કોમ્પ્યુટર સાયન્સ
પોલીસ સબ ઇન્સ્પેક્ટર – મોટર ટ્રાન્સપોર્ટ
લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી.
હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-૧)
લાયકાત: ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.




