
૪૦ થી વધુ કોર્પોરેટરના પત્તા કપાશે અમદાવાદ પાલિકામાં ભાજપના જ નિયમોથી ભૂકંપ આવશે! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વય મર્યાદા, ત્રણ ટર્મ પૂરી થવી અને ગેરશિસ્ત જેવા કારણોસર આ ર્નિણય લેવાઈ શકે છે મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતા જ ભાજપ સક્રિય થઈ ગયું છે. ગઈકાલથી વિવિધ શહેરોમાં બે દિવસ સેન્સ પ્રક્રિયા યોજાશે. વિધાનસભા મુજબ આવતા વોર્ડની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. બે દિવસમાં amc ના તમામ ૪૮ વોર્ડ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાજપે નક્કી કરેલા નિરીક્ષકો ટિકિટના દાવેદારો અને કાર્યકરોને સાંભળશે. શહેરમાં જુદા જુદા સ્થળોએ સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. ટિકિટ વાંછુકોને સાંભળીને રિપોર્ટ ચૂંટણી સમિતિ તરફ મોકલાશે. પરંતું ભાજપના ટિકિટના નિયમોને કારણએ અમદાવાદમાં ૪૦ થી વધુ કોર્પોરેટરની ટિકિટ કપાઈ શકે છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને સાથે જ ભાજપ પક્ષ એક્શન મોડમાં આવી ગયું છે. પરંતું સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે ભાજપે કેટલાક નિયમો બનાવ્યા છે. કેવા ઉમેદવારોની પસંદગી કરવી તે માટે ભાજપની ચૂંટણી સમિતિએ કેટલાક મહત્વના નિયમો બનાવ્યા છે. આ સાથે ભાજપે ઉમેદવારી ફોર્મ પણ જાહેર કર્યું છે. જેમાં સંગઠનમાં નિભાવેલી જવાદારીઓની સાથે સાથે કોઈ કેસ છે કે નહીં, સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ અને ફોલોઅર્સની સંખ્યા પણ પૂછવામાં આવી છે.
ભાજપના ટિકિટ માટેના નિયમો ૬૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને ટિકિટ નહીં આપવામાં આવે ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારને ફરી મોકો નહીં મળશે એક પરિવારમાંથી એક જ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના ૪૦ થી વધુ કોર્પોરેટરોની ટિકિટ કપાઈ શકે છે. વય મર્યાદા, ત્રણ ટર્મ પૂરી થવી અને ગેરશિસ્ત જેવા કારણોસર આ ર્નિણય લેવાઈ શકે છે.
કોના કોના પત્તા કપાઈ શકે છે? : જતીન પટેલ (ઘાટલોડીયા), દેવાંગ દાણી (બોડકદેવ), કાંતિભાઈ પટેલ (બોડકદેવ), જયેશ પટેલ (નારણપુરા), ગીતાબેન પટેલ (નારણપુરા), ભરત પટેલ (ચાંદલોડીયા), હીરાભાઈ પરમાર (ચાંદલોડીયા), રાકેશ બ્રહ્મભટ્ટ (ચાંદખેડા), ઉમંગ નાયક (ખાડીયા), જશુભાઈ ચૌહાણ (શાહીબાગ), દિનેશ કુશવાહ (સરસપુર), ચેતન પરમાર (ખોખરા), સિધ્ધાર્થ પરમાર (રામોલ), મૌલિક પટેલ (રામોલ) અમદાવાદ મહાનગરપાલિકામાં અનેક કોર્પોરેટરના પત્તા કપાઈ શકે છે. જેમાં વયમર્યાદા, રોસ્ટર અને ત્રણ ટર્મનો નિમય લાગુ પડી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૧ વર્ષથી ભાજપ સત્તા સ્થાને છે. ત્યારે અમદાવાદના ૪૮ વોર્ડ માટે ઉમેદવારોની પસંદગી શરૂ થઈ ગઈ છે. ત્યારે આ વખતે ભાજપમાં અંદરખાને જ પરિવર્તન થઈ શકે છે. આ પરિવર્તન ભાજપના જ નિયમોને કારણે આવી શકે છે.
આ વખતે ચૂંટણીમાં ભાજપના જ નિયમોને કારણે ૪૦ થી વધુ કોર્પોરેટરની ટિકિટ કપાઈ શકે છે.
ભાજપે કહી દીધું છે કે, તે ઉમેદવારોને રિપીટ નહિ કરે. ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે. જેથી આ કારણે જ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન, ડેપ્યુટી મેયર, અને વિવિધ કમિટીના ચેરમેનના જ પત્તા કપાઈ શકે છે.





