આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ખંભાળિયાના રસ્તા પર સફર કરતી વખતે ફેસબૂક લાઈવના માધ્યમથી રોડની પરિસ્થિતિ વિશે પોતાનું મંતવ્ય જણાવતા કહ્યું હતું કે, આજે હું લોકો સમક્ષ ”સ્પેસ ટેકનોલોજી” દ્વારા બનેલા રોડ રસ્તા બતાવવા માંગુ છું. અહીંયા ખૂબ જ ખાડા છે અને આ હકીકતમાં એક સ્ટેટ હાઇવે છે જે કલ્યાણપુરથી ખંભાળિયા જાય છે. આટલા ખાડા હોવા છતાં પણ ભાજપ અહીંયા જિલ્લા-તાલુકા પંચાયતમાં જીતી જાય છે. લોકોએ આ ખાડા જોવા જોઈએ અને એમને ખબર પડવી જોઈએ કે આ ખાડા લોકોને ભાજપના કારણે મળ્યા છે. 42 ગામને જોડતો આ રસ્તો છે. અહીંયા લોકોએ પણ જણાવ્યું કે ગાડીઓને નુકસાન થઈ રહ્યું છે. હવે લોકોએ વિચારવું જોઈએ કે આ રસ્તાનો શું રસ્તો કરવો પડશે. જ્યારે મેં લોકોને પૂછ્યું કે ’આના સિવાય બીજો કોઈ રસ્તો છે?’ તો લોકોએ જણાવ્યું કે બધા રસ્તા આવા જ છે.
https://www.facebook.com/share/v/19JdFa1AuN/?mibextid=wwXIfr
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, જો આપણે જાગૃત નહીં થઈએ તો આપણે આવી જ અસુવિધાઓ ભોગવી પડશે. ખંભાળિયાના આવા કેટલાય ઢગલાબંધ રસ્તાઓ છે જેની હાલત ખરાબ છે. લોકો જ્ઞાતિના નામે મત આપી દે છે, તો શું એક જ્ઞાતિના નામે વોટ લીધેલા વ્યક્તિએ તમને પાક વીમો અપાવ્યો? નથી અપાવ્યો., શું ધર્મના નામે વોટ લેનાર વ્યક્તિએ પાક વીમો અપાવ્યો? નથી અપાવ્યો. આ લોકો જ્ઞાતિના નામે વોટ લઈ જાય છે તો જ્ઞાતિના વોટ આપનાર લોકો માટે તો સારા રસ્તા બનાવવા પડે ને, પણ નથી બનાવતા. આ લોકો આપણને રમાડે છે. અને આ રસ્તો ખરાબ છે એના વિશે એવી કોઈ વાત નથી કે એ લોકોને ઉપર સુધી જાણકારી નથી, બધાને બધી ખબર છે અને હવે કરોળિયાને જાળાની જેમ આ લોકો બધી જગ્યા પર થાંભલાઓ નાખી રહ્યા છે. તો હવે લોકોએ જાગવું પડશે.





