
રબારી સમાજે કહ્યું, સમાજની એકતા અને તાકાતની જીત.ગાયિકા કિંજલ રબારી પોતાના નિવાસે પરત ફરી.સમાજના આગેવાનોની બેઠક બાદ કિંજલ ઘરે પરત ફરી.કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદનો હાઈવોલ્ટેજ ડ્રામા બાદ અંત આવ્યો છે. ગાયિકા કિંજલ રબારી પોતાના નિવાસે પરત ફરી છે. સમાજના આગેવાનોની બેઠક બાદ કિંજલ રબારી ગતરાત્રે પોતાના ઘરે પરત ફરી ગઈ છે. સમાજના આગેવાનોએ આ બાબતને રબારી સમાજની જીત ગણાવી છે.
ગુજરાતની ગાયિકા કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદથી હવે ભાગ્યેજ કોઈ અજાણ હશે. રબારી સમાજની દીકરીએ સમાજ સામે બાંયો ચઢાવીને પ્રેમલગ્ન કર્યા હતા, અને નાયબ મુખ્યમંત્રી પાસે સુરક્ષાની માંગ કરતા વીડિયો પણ જાહેર કર્યા હતા. પરંતું બે દિવસના આંતરજ્ઞાતિય વિવાદ બાદ ઘીના ઠામમાં ઘી ઠર્યા જેવો ઘાટ સર્જાયો છે. ગાયિકા કિંજલ રબારીના પ્રેમલગ્નમાં નવો વળાંક આવ્યો છે. ગત મોડી રાતે રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેના બાદ મોડી રાતે કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી હતી.
એટલું જ નહિ, કિંજલ રબારીે સોશિયલ મીડિયા પરથી પોતાની તમામ પોસ્ટ હટાવી દીધી હતી. પ્રેમલગ્નને લઈને કરેલી પોસ્ટ પણ કિંજલે હટાવી દીધી હતી.
ગાયિકા કિંજલ રબારીની ઘર વાપસીને રબારી સમાજે સમાજની જીત ગણાવી છે. આ અંગે સમાજના આગેવાન ઠકરશી રબારીએ કહ્યું કે, સમાજની એકતા અને સમાજના તાકાતની જીત થઈ છે. ટૂંકા ગાળાના પ્રેમને છોડી દીકરી પરત આવી છે. કિંજલ રબારીએ જાતે ર્નિણય લીધો અને તે પરત આવી છે.
તેઓએ આગળ કહ્યું કે, મા બાપ અને તેના સમાજના પ્રેમને સમજી તેના ટૂંકા ગાળાના પ્રેમને છોડી દીકરી પરત આવી છે. રાધનપુરના રબારી સમાજના યુવાનોએ ફોજ બનીને મહેનત કરીને પરિણામ લાવ્યું છે તે યુવાનોના ચરણોમાં હું નમન વંદન કરું છું. કિંજલ રબારીએ જાતે ર્નિણય લીધો તે પરત આવી છે.




