
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત શહેર અને ગુજરાત બહારના રાજયોમાં પરપ્રાંતિય સંરક્ષણ સમિતિ અને વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્રના માધ્યમથી સેવા આપતા રહેલ છે. અને સુરત ખાતે આજ થી ૨૫-૩૦ વર્ષ પહેલા ઉધના મેઇન રોડમા આવેલ અરિહંત મીલના માલિક ગજાનંદજી માલપાણી હતા. એમના પાસેથી રેન્ટ ( ભાડા પેટે) ઉપર શાંતિલાલ બાફનાએ રાખેલી હતી. અમુક સમય સુધી મીલ સારી એવી ચાલતી હતી.પ્રિન્ટીગ ડાંઈગનું કામ ચાલતું હતું જે ભાડું નક્કી કરેલ હતું તે ભાડું ટાઈમસર પહોંચાડવામાં આવતું હતું. સવારે મોર્નિંગ વોકમા શાંતિલાલ બાફના અને એમના ધર્મ પત્ની પણ હતા ત્યા અચાનક રેતી કપચીના ટ્રક ધ્વારા એમનું મૃત્યુ નીપજેલું હતું. એના પછી શાંતિલાલજી બાફના રહેઠાણ ભટાર ચાર રસ્તા ઉપર દિવસે દિવસે માનસિક તણાવના કારણે લાંબા સમય સુધી બીમાર પડી જતાં પથારીવશ થઈ જતાં અરિહંત મીલનો સંચાલન ના કરી શકવાના લીધે મોટું નુકશાન થયેલ તે દરમ્યાન એમના રિશ્તેદારોના માધ્યમથી એમના સાથે પરિચય થયેલો અને એમની આપવીતી આર્થિક અને માનસિક પરિસ્થિતી બતાવેલી કે હું હાલની પરિસ્થિતીમા મીલ ચલાવવા સક્ષમ નથી.તેમ જણાવેલ અને મીલ માલિક ઉદ્યોગપતિ ગજાનંદ માલપાણીજી છે તેને ભાડું ચૂકવવાનું બાકી છે. કેમિકલના વેપારીઓનું, કલરના વેપારીઓનું અને મીલના લાગતાં સ્પેરપાર્ટસ ના લાખો રુપિયાનું લેણું ચૂકવવાનું બાકી હતું. એ બધી વાતો સાંભળીને માહિતગાર થયેલા એના પછી શાંતિલાલ બાફનાજી ની સાથે ગજાનંદ માલપાણીજી ના નિવાસ સ્થાને મળવા ગયેલા. એમને બધી જ પરિસ્થિતીથી વાકેફ કરેલા અને સમય માંગેલો કે જે મીલમા વેપારીઓનું ડાઇંગ પ્રિન્ટ થયેલું કાપડનો માલ મીલમા હતું તે વેપારીઓને આપી જે પેમેન્ટ આવે તેનાથી તમારું ભાડું ચૂકવી દઇશું અને જે પ્રિન્ટ થયા વગરનો ગ્રે-કાપડ હતા તે વેપારીઓને પરત આપવામાં આવેલું હતું તે વાતથી ગજાનંદ માલપાણીજી સંમત થયા અને એકબીજાનો સંતોષકારક નિરાકરણ કરાવેલ.
સુરત ના બહારના રાજયો જેવાકે કર્ણાટક, બેંગ્લોરના ચીકપેટમા LTC નામની ફર્મ યાને દુકાન તેમના શેઠ રિકભચંદજીના નામથી જાણીતા હતા. તેમને સુરત ટેક્ષટાઇલ માર્કેટના વેપારીઓ ધ્વારા લાખો કરોડો રૂપિયાની સાડીઓ ને ડ્રેસ મટિરિયલ્સનું કાપડનો વેપાર ચાલતો હતો તે દરમ્યાન જોધરાજજી સાથે મુલાકાત થયેલી. લાંબા સમયથી એકબીજા સાથે વેપાર ધંધો ચાલતો હતો. તેથી એકબીજાને ગાઢ સંબંધ થયેલ હતા. જોધરાજજીએ રિકભચંદજીને વાત કરેલી કે કડોદરા, જોળવામા ડાઇંગ પ્રિન્ટીંગ મીલ પ્રોજેકટ નાંખીએ તેનાથી સારો એવો ફાયદો થશે. અને પોતાનું કાપડની પ્રિન્ટ થશે અને લોકો અને વેપારીઓનું પણ કાપડ પ્રિન્ટ એન્ડ ડાઇંગ થશે તો સારી એવી આવક ઊભી થશે. એમ જોધરાજજીની વાત ઉપર વિશ્વાસ કરી લાખો રૂપિયાનું મીલ માટે રોકાણ કરેલ. જે અમુક સમય સુધી સારી એવી આવક થતી. પછી એકા-એક જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ મીલમા લાખો રુપિયાનું નુકશાન બતાવવામા આવેલ એનાથી બેંગ્લોરના વેપારી રિકભચંદજી ને એકાએક જાણ થવાથી સુરતમા રહેતા એમના સંબંધી વાત કરેલી અને સંબંધી મારફતે રિકભચંદજી ની અમારી સાથે મુલાકાત થયેલી. એમની મીલમા આવક-જાવક, નુકશાનીની ચર્ચા કરેલી તેનાથી અમો એકબીજા વિચાર કરી જોધરાજજીને વિશે પ્રતિભા મીલના માલિક પ્રમોદભાઈ ચૌધરીજી ની મીલમા જઈને કડોદરા, જોળવા મીલની ભાગીદારીની મીલના નુકશાનના વિષયમા વાત કરેલી. મીલ ઉપર, મશીનરીઓ ઉપર બેન્ક લોન હોવાથી અને કલર, કેમિકલવાળા વેપારીઓના પૈસા બાકી હોવાથી લાખો રૂપિયા બાકી હોવાથી મીલ ચાલી શકે તેવી પરિસ્થિતી ના હતી અને એકબીજાના નુકશાન થયાથી એકબીજા ના સંબંધો બગડી ગયેલા. પછી પ્રતિભા મીલના માલિક પ્રમોદભાઈ ચૌધરીજીની મુલાકાત કરેલી.. એમની મીલ પર જઈ એમની ઓફિસમા બેસી એકબીજાના લેતી દેતી અને નુકશાનની ચર્ચા કરી મીલના વેચાણ માટે વાત કરેલી કે મીલનું તથા મશીનરીઓ વેચી બેન્ક લોન ભરપાઈ કરી એકબીજાની વાત સાંભળી મીલની મશીનરી અને મીલની જગ્યા વેચી એકબીજાનો નિકાલ કરી નાંખો એ વાતથી સહમત થઈ એકબીજાનું સમાધાન કરાવેલું.
કર્ણાટક બેંગ્લોરના ચિકપેટમા પ્રિન્સ એન્ટરપ્રાઈઝ ના નામથી ઓળખાતી ફર્મ યાને દુકાનના માલિક જોરારામ ચૌધરીના નામથી ઓળખાતા હતા. એક સમયે બેંગ્લોરના ચિકપેટમા ચોવીસે કલાક દિવસ-રાત પ્રિન્સના નામથી ઓળખાતી દુકાનનો કયારેય પણ શટર બંધ થતો ન હતો. એમ દિવસ રાત ચાલતો હતો. એક સમયના કર્ણાટકમા સાઉથમા અને આંધ્રપ્રદેશમા મોટા-મોટા શો રૂમોમા બેંગ્લોરની ચિકપેટમા પ્રિન્સ નામની દુકાન ના માલિક જોરારામ ચૌધરીના માધ્યમથી લાખો કરોડો રૂપિયાનો સાડીઓ અને ડ્રેસ મટિરિયલ્સનો સપ્લાય થતી હતી. એમને બેંગ્લોર ખાતે પ્રિન્સ નામની દુકાનના માલિક જોરારામજી ચૌધરી ને સુરત ટેક્ષટાઇલ્સ માર્કેટના વેપારીઓ અને મીલ માલિકોથી સાડીઓ અને ડ્રેસ મટિરિયલ્સનું કાપડ લાખો કરોડો રૂપિયાનું સુરતના વેપારીઓ એકબીજાના વિશ્વાસ પર ધીરાણ કરતાં હતા. પરંતુ છઠ્ઠી ડિસેમ્બરના દિવસે કોઈમ્બતુરમા શોભા નામની દુકાનનો બહુ મોટો શો રૂમ હતો. તે શો રૂમમા એકાએક બોમ્બ વિસ્ફોટ થવાથી આગ જની થયેલી તેમાં લાખો કરોડોનો શોભા નામની દુકાનના શો રૂમના માલિકને લાખો કરોડો રૂપિયાનું નુકશાન પહોંચેલો. તે કોઈમ્બતુરમા શોભા નામની દુકાન હતી તેમને બેંગ્લોરની પ્રિન્સ નામની દુકાનમાંથી લાખો કરોડોનો માલ જોરારામજી ચૌધરીના માધ્યમથી સપ્લાય થતી હતી. પરંતુ આગજનની નુકશાનના કારણે એમને ઘણું મોટું નુકશાન થયેલુ. તેનાથી એમની આર્થિક પરિસ્થિતી નબળી થવાથી સુરત ટેક્ષટાઇલના વેપારી અને મીલ માલિકોને પૈસા ચુકવણીમા ભારી તકલીફ પડેલી. જોરારામજી ચૌધરીનો સંપર્ક એક મીલ માલિકના માધ્યમથી થયેલો. અને એમની બધી વેપાર ધંધાની વિગતો મેળવી નુકશાનનું કારણ જાણી તેઓએ નવેસરથી પ્રિન્સ નામની દુકાનની જગ્યા ઉપર જ નવું નામ પુનમ એન્ટરપ્રાઇઝ્ડ ના નામથી સુરતના વેપારીઓના માધ્યમથી ચાલુ કરાવેલ. એવી જ રીતે બહારના રાજ્યોના અનેક શહેરોમા ઇરોડ, તીરછી, બરગુર, કોઈમ્બતુર, ક્રિષ્નાગીરી, મદ્રાસ અને બોમ્બે ઉલ્હાસનગર એવા શહેરોમા વેપારીઓ સાથે એકબીજાના મેલજોલથી નહીં કોઈ પોલીસ કેસ, નહીં કોઈ લડાઈ ઝઘડા, નહીં કોઈ અસામાજિક તત્વોના માણસો ધ્વારા કોઈ ખોટો ગેરકાનૂની કૃત્ય વગર સમાધાન કરાવેલા.
અમારી સંસ્થા ધ્વારા કોઈ જાતની ટકાવારી કે કોઈપણ જાતની અપેક્ષા વગર ભાઈ ભલાસથી લોકોના હિતને ધ્યાનમા રાખી અમારી સંસ્થા કામ કરતી આવેલ છે. જેમકે અન્ય સંસ્થાઓ અને કહેવાતા સિન્ડીકેટ ગ્રુપો ધ્વારા ઓફિસો ખોલીને બેઠેલા ગ્રુપો જેવી રીતે વેપારીઓના, બિલ્ડરોમા ફસાયેલા નાણાં અને ખેડૂતોની જમીનોના એકથી વધુ બનેલા સાટાખતો અને સોદાચિઠ્ઠીઓ ની સાથે સાથે ડાયમંડ અને ટેક્ષટાઇલ માર્કેટના વેપારીઓના ફસાયેલા નાણાંની વસૂલાત માટે આવી સિન્ડીકેટો ધ્વારા ફસાયેલા નાણાંમાંથી ૩૦% થી ૩૫% વસૂલાત અને ઉપરથી એડવાન્સમા કામગીરી પેટે ચોક્કસ એડવાન્સ કામગીરી કરાવવા માટે પૈસા લેતા હોય છે. આમ અમારી સંસ્થા ધ્વારા નીતિનિયમ અને કાયદેસરની ન્યાય પ્રણાલી ધ્વારા ન્યાય અપાવવામા આવે છે. અને અમારી સંસ્થા આ જ ઉદ્દેશથી આજદિન સુધી કાર્ય કરતી આવેલ છે.





